Get The App

બદલાપુરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગઃ 1 કામદારનું મોત

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
બદલાપુરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગઃ 1 કામદારનું મોત 1 - image


કારખાનાની બહાર ઉભેલા વાહનો પણ સળગી ગયાં

પ્રચંડ વિસ્ફોટોનો અવાજ દૂર દૂર સુધી સંભળાયોઃ ફેકટરીમાંથી કેમિકલ-સળગતા અવશેષો બહાર ઊડયાઃ પાંચને ગંભીર ઈજા

મુંબઇ :  મહારાષ્ટ્રમાં  ફેક્ટરી દુર્ઘટનાઓના ચાલુ રહેલા સિલસિલામાં બદલાપુરમાં આજે વહેલી સવારે કેમિકલ કંપનીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ અને આગ લાગતા એક કામદારનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ચાર જખમી થયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ઘાયલ કામદારોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. કુળગાવ- બદલાપુર ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર ભગવત સોનાવણેએ જણાવ્યું હતું કે બદલાપુરના ખરવઇ એમઆઇડીવી વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી છે. યુનિટમાં શ્રેણીબદ્ધ જોરદાર વિસ્ફોટ થયા હતા અને આગ ભભૂકી હતી.

કેમિકલ ભરેલા અમૂક ડ્રમમાં બ્લાસ્ટ થયો હતો. ડ્રમમાંથી કેમિકલ ઉડતા ફેક્ટરીની બહાર પાર્ક કરાયેલા વાહનો પણ આગની લપેટમાં સપડાયા હતા. આ બનાવને કારણે ફેક્ટરીમાં પાંચ કામદાર ફસાઇ ગયા હતા. તેઓ આગમાં ગંભીરપણે દાઝી ગયા હતા ધડાકો એટલો જોરદાર હત ોકે એનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. 

આગની જાણ થતા અંબરનાથ, બદલાપુર, ઉલ્હાસનગરથી અગ્નિશામક દળના જવાનો ચાર ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ ફેક્ટરીની બાજુની બે યુનિટમાં પણ  પ્રસરી ગઇ હતી. ફાયરબ્રિગેડે લગભગ બે કલાક પછી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ વિસ્ફોટ ચોક્કસ કેવી રીતે થયા તે પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નહોતું. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News