સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા 2 હુમલાખોરની તસવીરો આવી સામે, પોલીસ શોધખોળમાં લાગી

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા 2 હુમલાખોરની તસવીરો આવી સામે, પોલીસ શોધખોળમાં લાગી 1 - image


Firing at Salman Khan's Residence : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા હુમલાખોરોની તસવીરો સામે આવી છે. એક હુમલાખોર કાળા અને સફેદ ટી શર્ટમાં નજરે આવી રહ્યો છે, બીજો લાલ ટી શર્ટમાં છે. આ તસવીરોના આધાર પર બંનેની શોધખોળ ચાલી રહી છે. બંને શૂટર્સને લઈને મહત્વપૂર્ણ પૂરાવા સેન્ટ્રલ એજન્સીઓને હાથે લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એક્ટર સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર રવિવારે બપોરે મોટરસાઈકલમાં સવાર બે અજાણ્યા વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું. જ્યારબાદ પોલીસે તેમના ઘરની આસપાસ સુરક્ષા વધારી દીધી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બાંદ્રા વિસ્તારમાં સ્થિત 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારે અંદાજિત પાંચ વાગ્યે બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા. આ બિલ્ડિંગમાં એક્ટર સલમાન ખાન રહે છે. ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે તેમના ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી દીધી છે. પૂરાવા એકઠા કરવા માટે સ્થાનિક પોલીસ, ફોરેન્સિક વિજ્ઞાન વિશેષજ્ઞો સહિતની ટીમો પણ તપાસમાં લાગી છે.

ચિંતાની કોઈ વાત નથી : સલીમ ખાન

ફાયરિંગ મામલે સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું કે, કંઈ જણાવવા માટે છે નહીં. તેઓ માત્ર પબ્લિસિટી ઈચ્છે છે. ચિંતાની કોઈ વાત નથી. સલમાનને નુકસાન પહોંચાડનારા તેમના નામથી બસ પબ્લિસિટી મેળવવા માંગે છે.


Google NewsGoogle News