બોલીવૂડ સિંગર ઉદિત નારાયણની બિલ્ડિંગમાં આગ : વૃદ્ધાનું મોત
અંધેરીમાં 11મા માળના ફલેટની આગમાં અન્ય એક યુવકને ગૂંગળામણ
દિવાની ઝાળથી આગ લાગી, મદદ માગવા નીચે ઉતરેલાં વૃદ્ધા બચી ગયાં : ઉદિત નારાયણે રાત મુશ્કેલીથી વીતી હોવાનું જણાવ્યું
મુંબઈ - અંધેરીમાં પ્રસિદ્ધ ગાયક ઉદિત નારાયણની બહુમાળી ઇમારતના ૧૧માં માળે ગઇકાલે રાતે વિનાશક આગ ફાટી નીકળતા ૭૫ વર્ષીય વૃદ્ધ મોતને ભેટયા હતા. જ્યારે ગૂંગળામણને કારણે અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ફાયરબ્રિગેડે લગભગ ચાર કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
શોર્ટસર્કીટના લીધે આગ લાગી હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. આ બનાવ દરમિયાન ઉદિત નારાયણ સુરક્ષિત હતો.
અંધેરી (પશ્ચિમ) સ્થિત લક્ષ્મી ઇન્ડિસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઓબેરોય કોમ્પ્લેક્સમાં ૧૩ માળની સ્કાય પેન બિલ્ડિંગ છે. ઇમારતના ૧૧મા માળે આવેલા ફલેટમાં ગઇકાલે રાતે અંદાજે ૧૦ વાગ્યે આગ લાગી હતી.
૧૧??????????????????????????????????૭૫)????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????
બિલ્ડિંગનો સિક્યુરિટીગાર્ડ સાથે ફલેટમાં દોડી આવ્યો હતો. પરંતુ આગ આખા ફલેટમાં પ્રસરી ગઇ હતી. બે રૃમ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે ધસી જઇ આગ બૂઝાવવાની અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી.
ધુમાડાને કારણે વૃદ્ધ રાહુલ મિશ્રા અને ૩૮ વર્ષીય રૌનક મિશ્રાને ગુંગળામણ થઇ હતી. તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ મિશ્રાનું મોત નિપજ્યું હતું. જ્યાં રૌનકની સારવાર કરાઇ હતી.
ફાયરબ્રિગેડે રાતે આશરે ૧-૪૯ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફલેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિકે ઇન્સ્ટોલેશન અન્ય સામગ્રીને નુકસાન થયું હતું.
ફાયર બ્રિગેડને પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની શંકા છે. પરંતુ ચોક્કસ કારણની તપાસ થઇ રહી છે.
બીજી તરફ ઘટનાસ્થળે હાજર વ્યક્તિના જણાવ્યા મુજબ તેલના દીવાને લીધે પડદા સળગી ગયા બાદ આગ પ્રસરી ગઇ હોવાની શંકા છે.
બિલ્ડિંગમાં આગ અને ધુમાડો દૂરથી જોઇ શકાતો હતો. ઇમારત તરફ જતો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. અને સાવચેતીના ભાગરૃપે વિસ્તારની વીજળી કાપી નાખવામાં આવી હતી.
અગ્નિશામક દળે કુલિંગ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ફલેટમાંથી કાચના ટુકડા, લોખંડ નીચે પડયું હતું. પરંતુ કોઇને ઇજા થઇ નહોતી.
બિલ્ડિંગમાં બીજી વિંગમાં રહેતા બોલીવૂડના પ્લેબેક સિંગર ઉદિત નારાયણને આ આગની કોઈ અસર થઈ નથી. તેમણે આ ઘટનાને એક મુશ્કેલ રાત તરીકે વર્ણવી હતી. તેઓ આગને લઇને ચિંતામાં હતા. થોડા સમય અગાઉ સિંગર શાનની બિલ્ડિંગમાં આગ ભભૂકી હતી. તેમના પરિવારે ઉપલા માળે શિફ્ટ થઈ જઈ જીવ બચાવ્યો હતો. મુંબઇમાં આ પહેલા જુદી જુદી બિલ્ડિંગમાં આગમાં અનેક રહેવાસીએ જીવ ગુમાવ્યો છે.