Get The App

બદલાપુરના તોફાનો માટે 500થી વધુ સામે એફઆઈઆરઃ 72ની ધરપકડ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
બદલાપુરના તોફાનો માટે 500થી વધુ સામે એફઆઈઆરઃ 72ની ધરપકડ 1 - image


બાળકીઓનાં જાતીય શોષણ વિરુદ્ધ દેખાવ કરનારાઓ પર પોલીસ ત્રાટકી

બદલાપુરમાં શાળાઓ બંધ A સમગ્ર શહેરમાં બંદોબસ્તઃ  3 દિવસ માટે સસ્પેન્ડ કરાયેલી ઈન્ટરનેટ સેવાઓ અંગે પરિસ્થિતિની સમીક્ષા બાદ  નિર્ણય

મંગળવારે પથ્થરમારામાં સ્થાનિક પોલીસ તથા જીઆરપીના પચ્ચીસ જવાનો પણ ઘાયલ થયા, અનેક પ્રદર્શનકારીઓેને પણ ઈજા

મુંબઈ -  બદલાપુરની સ્કૂલમાં કિન્ડરગાર્ટનમાં ભણતી બાળકીની જાતીય શોષણના વિરોધમાં મંગળવારે હિંસક આંદોલન સંદર્ભે બદલાપુર પોલીસ તથા રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ચાર ગુના દાખલ કરાયા છે. આ ફરિયાદોમાં ૫૦૦થી વધુ લોકોને આરોપી દર્શાવાયા છે. સીસીટીવી ફૂટેજ તથા અન્ય વીડિયો રેકોર્ડિંગ ના આધારે  ૭૨ લોકોની  ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ ધરપકડની સંખ્યા વધી શકે છે.  મંગળવારે થયેલા  પથ્થરમારામાં સ્થાનિક પોલીસના બે અધિકારી સહિત કુલ ૧૭ કર્મચારી તથા રેલવે પોલીસના આઠ કર્મચારી ઘાયલ થયા હતા. અનેક આંદોલનકારીઓને પણ ઈજા થઈ હતી. ગઈકાલ સાંજથી બદલાપુરમાં ઈન્ટરનેટ સેવા બ ંધ કરી દેવાઈ છે. આજે શહેરમાં ભારે અજંપા વચ્ચે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. શહેરમાં આજે શાંતિ જળવાઈ હતી જોકે, મોટાભાગની શાળાઓ બંધ રહી હતી. 

બદલાપુરમાં ગત અઠવાડિયે  સ્કૂલમાં સફાઈ કર્મચારી  અક્ષય શિંદે દ્વારા બે બાળકી સાથેે લૈંગિક અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ બનાવને લીધે વિફરેલા બદલાપુરના રહેવાસીઓએ ગઈકાલે વિરોધ પ્રદર્શન  કર્યું હતું. તેમણે સ્કૂલમાં તોડફોડ કરી હતી. સ્ટેશન પર ટ્રેન રોકો આંદોલન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પરથી આંદોલનકર્તાઓને ખસેડવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધાકર પઠારેએ બુધવારે જણાવ્યું હતું   કે બદલાપુરમાં હિંસાને પગલે ઈન્ટરનેટ  સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અહીંની પરિસ્થિતિ સમીક્ષા કર્યા પછી ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

પથ્થરમારામાં શહેરના બે અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૭ પોલીસ ઘાયલ થયા હતા. અને પ્રતિબંધિત આદેશોના ઉલ્લંધને હુમલો, જાહેર સપત્તિને નુકસાન પહોંચાડવું, અન્ય આરોપમાં  ત્રણ   એફઆઈઆર નોંધી છેે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. એમ સિનિયર પોલીસ ઓફિસરે કહ્યું હતું.

પથ્થરમારો અને અન્ય ગુનાઓના સંબંધમાં ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ સીસીટીવી  અને વીડિયો કિલપિંગ્સની તપાસ કરી રહી છે, એમ ઓફિસરે વધુમાં કહ્યું હતું.

જીઆરપી કમિશનદ્રવિન્દ્ર શિસ્પેએ માહિતી આપી હતી કે બદલાપુર રેલવે  સ્ટેશન પર હિંસાના મામલે  એક એફઆઈઆર નોંધી ૩૨ લોકોને પકડવામાં આવ્યા છે. પથ્થરમારા અધિકારીઓ સહિત ૭થી ૮ રેલવે પોલીસ કર્મચારીઓ  ઘાયલ થયા હતા. આજે પરિસ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં છે.

આ ઘટનાના પગલે સ્કૂલ મેનેજમેન્ટો પ્રિન્સિપાલ, એક કલાસ ચીટર અને એક મહિલા એટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્ય સરકારે મંગળવારે કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત  ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

આંદોલનમાં સામેલ મહિલા સહિત અન્ય લોકોએ સ્કુલના દરવાજા બારી, બાકડા, દરવાજાની તોડફોડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્કૂલ બદલાપુરની ભાજપના એક નેતાના નજીકના સંબંધીની હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે સિનિયર આઈપીએસ અધિકારી આરતી સિંહની આગેવાની હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

જાતીય શોષણ કેસમાં વિશેષ અધિકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા ઉજ્જવલ નિકમે  આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા અણધાર્યા વિલંબની નિંદા કરી હતી.



Google NewsGoogle News