Get The App

પીડિતા માટે ભાડાનું ઘર શોધવું એ લગ્ન કરવાનો ઈરાદો દર્શાવતો નથી, બોમ્બે હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી

Updated: Aug 4th, 2024


Google News
Google News
Mumbai High Court, Bombay High Court
Image : IANS (File pic)

Mumbai: એક પુરુષ એક મહિલા માટે ભાડેના ઘરની વ્યવસ્થા કરે તેનો અર્થ એવો નથી કે તેનો લગ્ન કરવાનો ઇરાદો છે પણ પોતાના આનંદ માટે તેને સહેલાઈથી ઉપલબ્ધ રહે તેવો ઇરાદો દર્શાવે છે તેવું અવલોકન બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે (02 ઓગસ્ટ) કર્યું હતું. ફરિયાદી મહિલા માટે તેણે ભાડાનું ઘર ગોઠવી આપ્યું હતું તે તેનો લગ્ન કરવાનો ઇરાદો સાબિત કરે છે તેવી અરજદારની દલીલ સ્વીકારવાનો બોમ્બે હાઇકોર્ટે ઈન્કાર કર્યો હતો.

બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને ડૉ. નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે ‘પીડિતા માટે ભાડાનું ઘર શોધી આપવું લગ્ન કરવાનો ઇરાદો દર્શાવતો નથી પણ પોતાના આનંદ માટે પીડિતાને ઉપલબ્ધ રાખવાનો અરજદારનો ઇરાદો દર્શાવે છે. શિવડીના એક રહેવાસીએ પોતાની સામે કરેલી FIR રદ કરવા અંગેની અરજી પર બેન્ચ સુનાવણી કરી રહી હતી તેની સામે લગ્નનો વાયદો કરીને બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકી પીડિતાએ એફઆઇઆર કરી હતી.

અરજદારના એડવોકેટે દલીલ કરી હતી કે પીડિતા સાથે લગ્ન કરવાનો અરજદારનો ઈરાદો હતો અને આથી તેને માટે ભાડાના ઘરની વ્યવસ્થા કરી હતી. બેન્ચે કહ્યું કે આ ફક્ત વચન ભંગનો કેસ છે. અને લગ્ન કરવાનું ખોટું વચન આપ્યો હોવાનો કેસ નથી તેવું સાબિત કરવાનો પ્રયત્ન થયો છે. શરૂઆતથી જ અરજદારનો તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો ન હતો. કેસની ટૂંકમાં વિગત આ પ્રમાણે છે પીડિતા અરજદારની ઓળખીતી હતી અને તેણે છૂટાછેડા લીધા હતા. તે પોતાના સગીર વયના પુત્ર સાથે પાલઘરમાં રહેતી હતી. 

અરજદારની ઓળખાણના આધારે તેને ટીવી શોમાં જુનિયર આર્ટિસ્ટની ભૂમિકા મળી હતી. તેઓ ધનિષ્ટ મિત્ર બન્યા હતા અને અરજદારે તેના અગાઉના લગ્નથી થયેલા પુત્રનું ધ્યાન રાખવાની ખાત્રી આપી હતી. આરજદારે પીડિતા સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. માર્ચ 2016થી બંન્ને વચ્ચે રિલેશનશિપ શરૂ થઈ હતી. 2018માં અરજદારે ભાયંદરમાં ઘર ભાડે રાખ્યું હતું. જ્યાં તે સપ્તાહમાં બે ત્રણ દિવસ તેની સાથે રહેતો હતો. તેમનો સંબંધ ચાલું રહ્યો હતો. જોકે પીડિતાએ તેની સાથે લગ્ન કરવાનો તેનો વાયદો પૂર્ણ કરવા અરજદારને કહ્યું હતું ત્યારે તેણે કથિત રીતે તેના પર હુમલો કર્યો હતો અને તે ભાડાનું ઘર છોડી ચાલી ગઈ હતી. 

તે પછી અરજદારે તેની માફી માંગી હતી અને ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી ખાત્રી આપી હતી અરજદારે ગોઠવી આપેલા બીજા ભાડાના ઘરમાં પીડિતા રહેવા ગઈ હતી અને બંન્ને વચ્ચેના ધનિષ્ટ સંબંધ ચાલું રહ્યા હતા. પીડિતા સગર્ભા બની હતી ત્યારે અરજદારે તેને ગર્ભપાત કરાવી નાખવાની સલાહ આપી હતી. પીડિતાને જ્યારે બાળક જન્મ્યું હતું ત્યારે અરજદારે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો અને પોતે બાળકનો પિતા હોવાનો પણ ઈન્કાર કર્યો હતો.

પીડિતા માટે ભાડાનું ઘર શોધવું એ લગ્ન કરવાનો ઈરાદો દર્શાવતો નથી, બોમ્બે હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી 2 - image

Tags :
MaharashtraMumbaiBombay-High-Court

Google News
Google News