આખરે એટીસીના માજી જીએમ તથા પત્નીના મૃતદેહ મળી આવ્યા
નિવૃત્ત જીએમને મોત બોલાવતું હતું
રિટાયર થઈ જબલપુર કામે ગયા હતા, પરત ફરતાં પેટ્રોલ ભરાવવા ઊભા રહ્યા ને મોત આંબી ગયું
મુંબઈ : ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના સ્થળેથી બુધવારે મોડી રાત્રે એક પુરુષ અને સ્ત્રીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમે બહાર કાઢેલા આ મૃતદેહ એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર મનોજ ચાનસોરિયા (૬૦) અને તેમના પત્ની અનિતા ચાનસોરિયા (૫૯)ના હોવાનું સ્પષ્ટ થયું હતું.
ચાનસોરિયા ગયા માર્ચ મહિનામાં મુંબઈ એટીસીના જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા બાદ મધ્ય પ્રદેશના જબલપુરમાં શીફટ થઈ ગયા હતા. જોકે થોડા દિવસ પહેલાં તેઓ અમુક કારણસર મુંબઈ આવ્યા હતા અને થોડા દિવસ અહીં રહ્યા બાદ સોમવારે જ તેમની કારમાં જબલપુર જવા પાછા નીકળ્યા હતા પણ કુદરતને કાંઈ બીજુ જ મંજૂર હોવાથી તેઓ પેટ્રોલ ભરવા આ પંપ પર આવ્યા હતા અને હોર્ડિંગ દુર્ઘટનામાં કાળનો કોળીયો બની ગયા હતા.
ચાનસોરીયાના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન ઘાટકોપરના આ પેટ્રોલ પંપ પરનું જ મળ્યું હતું. ચાનસોરીયા તેમના સ્ટાફમાં ખૂબ લોકપ્રિય હોવાથી ઘણા કર્મચારીઓ અને પરિચિયો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ અભિયાન વખતે હાજર