ફિલ્મસર્જક બોની કપૂર અને તેના પરિવારને દુબઈના ગોલ્ડન વિઝા અપાયા
મુંબઈ : મને અને મારા પરિવારને પ્રતિષ્ઠિત દસ વર્ષનો દુબઈ ગોલ્ડન વિઝા મળ્યો છે, એમ જાણીતા ફિલ્મસર્જક બોની કપૂરે મંગળવારે જણાવ્યું હતું.
૬૫ વર્ષના આ ફિલ્મસર્જક તેના ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચાર આપ્યા હતા.
દુબઈ સરકારે મને અને મારા પરિવારને દસ વર્ષના ગોલ્ડન વિઝા આપ્યા એ માટે હું તેમનો આભારી છું. દુબઈની નેતાગીરી જોમવંતી અને સદ્ભાવ ધરાવનારી છે,' એમ ોબોની કપૂરે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. તેમણે 'મિ. ઇન્ડિયા', 'વોન્ટેડ' જેવી ફિલ્મો બનાવી છે અને 'મૈદાન' નામની તેમની ફિલ્મ આવી રહી છે.
સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)એ ૨૦૧૯માં ગોલ્ડન વિઝા આપવો શરૃ કર્યો છે, જે ઇજા રોકાણકારો અને એન્ટરપ્રેર્ન્સની સાથોસાથ વ્યાવસાયિકો અને વિશિષ્ઠ પ્રતિભા ધરાવનારાને આપવામાં આવે છે, જે વિજ્ઞાાન, જ્ઞાાન અને પાંચ અથવા દસ વર્ષના અતવા સ્વયંસંચાલિત રીતે રિન્યૂ થાય છે.
આ અગાઉ ગોલ્ડન વિઝા શાહરૃખ ખાન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, મામુટી, મોહનલાલ અને ટોવિનો થોમસને આપવામાં આવ્યા છે.