કાંદિવલીની બિલ્ડિંગમા ભીષણ આગઃ માજી ક્રેકિટર પોલ વલ્થાટીની બહેન તથા ભાણેજનાં મોત

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
કાંદિવલીની બિલ્ડિંગમા ભીષણ આગઃ માજી ક્રેકિટર પોલ વલ્થાટીની બહેન તથા ભાણેજનાં મોત 1 - image


આઈપીએલ ક્રિકેટરના ફલેટમાં સ્કોટલેન્ડથી આવેલા મહેમાનો ભોગ બન્યા

સીડી પરથી નીચે ઉતરવા પ્રયાસ કર્યો પરંતુ જ્વાળાઓ તથા ધૂમાડાના ગોટેગોટા વચ્ચે ફસાઈ ગયાં દાઝેલા અન્ય  માંથી  મહિલાની તબીયત ગંભીર

મુંબઇ :  કાંદિવલી મહાવીરનગરના વીણા સંતૂર નામની આઠ માળની બિલ્ડિંગમાં આજે લાગેલી આગમાં માજી આઈપીએલ ક્રિકેટર પોલ ચન્દ્રશેખરની બહેન તથા તેનાં બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કારણોસર આગ લાગી હતી. ફાયર સેફ્ટી સિસ્ટમ કામ નહીં કરતી હોવાથી આગ વધારે ફેલાઈ હતી. દૂર દૂરથી આગની જવાળાઓ તથા ધૂમાડા દેખાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.  બિલ્ડિંગના અન્ય ફલેટ્સ ખાલી કરાવાયા હતા. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધા બાદ કૂલીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આગના કારણો વિશે તપાસ થઈ રહી છે. 

કાંદિવલી  (પશ્ચિમ)ના મહાવીરનગરના  વિસ્તારના  સાઇબાબા નગરમાં વીણા સંતૂર નામની આઠ માળની બિલ્ડિંગના પહેલા માળે આજે બપોરે ૧૨.૨૭ વાગ્યે ઇલેકટ્રીક વાયરિંગમાં આગ લાગી હતી. આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. આ બનાવની જાણ થતા અગ્નિશામક દળના જવાનો ચાર ફાયર એન્જિનવોટર ટેન્કર સામે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આગની જવાળાઓ તથા  ફાયર  બ્રિગેડની કામગીરીનો વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આગની જવાળાઓ દૂર દૂરથી જોઈ શકાતી હતી. ફાયરબ્રિગેડનાં વાહનો તથા એમ્બ્યુલન્સની અવરજવરના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. 

બાદમાં ફાયર બ્રિગેડે કન્ફર્મ કર્યુ ંહતું કે આગમાં ૪૩ વર્ષીય ગ્લોરી વાલ્ફટી તથા  આઠ વર્ષીય જાસૂ જેમ્સ રોબર્ટનાં મોત નીપજ્યાં  છે. 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગના ચોથા માળે આઈપીએલમાં રમી ચૂકેલા ક્રિકેટર પોલ ચન્દ્રશેખર વલ્થાટીનો ફલેટ છે. તેની બહેન તથા તેનો પુત્ર સ્કોટલેન્ડથી અહીં આવ્યાં હતાં અને આ ફલેટમાં રહેતાં હતાં. આગ લાગી ત્યારે તેમણે સીડી દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો . જોકેતેઓ આગની જવાળા તથા ધૂમાડાના ગોટેગોટા વચ્ચે ફસાઈ ગયાં હતાં અને બચી શક્યાં ન હતાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરાતાં પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યાં હોવાનું જણાવાયું હતું. 

આગની ઘટનામાં  ં લક્ષ્મી બુરા (ઉ.વ.૪૦) ૪૫ થી ૫૦ ટકારાજેશ્વરી ભરતરે (ઉ.વ.૨૪) ૧૦૦ ટકારંજન સુબોધ શાહ (ઉ.વ.૭૬) ૪૫ થી ૫૦ ટકા  દાઝી જતાં તેમને ે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાામાં આવ્યાં હતાં. 

મુંબઈમાં આગમાં જાનહાનિનો આ મહિનામાં આ બીજો બનાવ છે.  આ મહિનાની શરૃઆતમાં ગોરેગાવમાં સાત માળની ઇમારતમાં આગ લાગતા સાત જણે જીવ ગુમાવ્યો હતો અને ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન ૩૦ રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ  કામ કરતી ન હતી 

પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી ન હતી. તેના કારણે આગ વધારે ઝડપથી ફેલાઈ હતી. અગ્નિ શમનની કામગીરી તત્કાળ થઈ શકી ન હતી. આગની  દુર્ઘટનાઓમાં ખુવારીના મોટાભાગના કિસ્સામાં ફાયર સેફ્ટી સિસ્ટમ યોગ્ય રીતે કામ નહીં કરતી હોવાનું સામે આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી ઓડિટના દાવા થાય છે પરંતુ વધુ એક ઘટનાથી આ દાવાઓ પોકળ હોવાનું પુરવાર થયું છે.



Google NewsGoogle News