ભાયંદરમાં વિકરાળ આગમા : 100 ઝૂપડાં-ગોદામો ભસ્મીભૂત, પૂજારીનું મોત

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ભાયંદરમાં વિકરાળ આગમા : 100 ઝૂપડાં-ગોદામો ભસ્મીભૂત, પૂજારીનું મોત 1 - image


ઝૂપડાંમાં રહેતા લોકો પાસે પહેરેલા કપડાં  સિવાય કશું ન બચ્યું

સિલિન્ડર વિસ્ફોટા થયા,  બે બાળકો ઉપરાંત  ફાયરબ્રિગેડના બે જવાનો પણ ઘાયલઃ મુંબઈ-થાણે પાલિકા તથા અન્ય એજન્સીઓના ૨૪ બંબા દોડાવાયા

મુંબઇ : ભાઈંદરમાં આજે વહેલી સવારે ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગ ફાટી નીકળતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે બે બાળક અને ત્રણ ફાયરમેન ઘાયલ થયા હતા. આગમાં અંદાજે ૩૦ ઝૂંપડા, ગોદામ સળગી ગયા હતા. આ ઉપરાંત સિલિન્ડરના સ્ફોટ અને ધુમાડાના લીધે પરિસ્થિતિ વણસી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. આગ કેવી રીતે લાગી એની તપાસ હાથ ધરવામાં આવી છે.

મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સંજય કાટકરે જણાવ્યું હતું કે 'ભાઈંદર (પૂર્વ)માં આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં વહેતી સવારે    પાંચ વાગ્યે આ ઘટના બની હતી. આગ લાગી ત્યારે મોટાભાગના લોકો નિંદ્રામાં હતા. આગ ઝડપથી પ્રસરી રહી હતી. આગની જાણ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

આગમાં લગભગ ૩૦ ઝૂંપડા અને ગોદામને સળગીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન સિલિન્ડરના સ્ફોટનો જોરદાર અવાજથી ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગ લાગ્યા બાદ ગાઢ ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા નરેન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે 'ફાયર બ્રિગેડ, બચાવ કામગીરી હાથ ધરી હતી. અહી ંએક સળગેલી લાશ મળી હતી. તેને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. આગમાં બે બાળક ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પ્રકાશ બોરાડેએ જણાવ્યું હતું કે 'આ બનાવમાં ત્રણ ફાયર મેનને ઈજા થઈ છે. આગ પર કાબૂ મેળવીને કૂલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

મીરા ભાયંદર ઉપરાંત થાણે અને મુંબઈથી પણ અગ્નિ શમન દળને બોલાવાયું હતું. અગ્નિશામક દળના જવાનોએ ૨૪ ફાયર એન્જિન, વોટર ટેન્કરથી અંદાજે સાડા ચાર કલાકે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. ઝૂંપડપટ્ટીમાં સાંકડા રસ્તાને લીધે ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં મુશ્કેલી થઇ હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટસેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે મૃત વક્તિની ઓળખ પપ્પુ ચૌરસિયા તરીકે થઇ છે. તેઓ ઝૂંપડપટ્ટીમાં એક મંદિરમાં પૂજારી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રકાશ ગાયકવાડે જણાવ્યું હતું કે આગ ઝૂંપડાની બાજુમાં કચરાના ઢગલાથી શરૂ તઇ હતી.

 રાજ્ય સરકારે   પાલિકા કમિશનરને અસરગ્રસ્ત લોકો માટે અસ્થાયી આશ્રયની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. બાદમાં તેમના માટે કાયમી કેમ્પમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમને અન્ય રહેવાસીઓ સાથે થાણેમાં આગામી એસઆરએ સ્કિમમાં ઘર આપવામાં આળશે. આ ઝૂંપડપટ્ટી રમતના મેદાન અને જાહેર સુવિધાઓ માટે આરક્ષિત સરકારી  પ્લોટ  પર આવેલી છે. ઝૂંપડાના રહેવાસીઓ પાસે તેમણે પહેરેલા કપડા સિવાય કંઇ જ બચ્યું નહોતું.

આગ એટલી તીવ્ર હતી કે તેને ઓલાવવા માટે ૨૪ બમ્બા લાગ્યા હોવા છતાં લગભગ ૬ કલાક લાગ્યા હતા. સ્થાનિક લોકો ના કહેવા પ્રમાણે આગ ઓલવવા માટે પાણી પણ ઓછું પડી રહ્યું હતું. 

આ આગમાં લગભગ ૪૦૦૦ ચો.મી. નો વિસ્તાર બાળીને સાફ થઈ ગયો હતો. આગ ઓલવવા માટે એકસાથે ૧૪ હોસપાઇપ નો ઉપયોગ આગ બુઝવવા માટે થયો હોવા છતાં લગભગ ૬ કલાકે આગ ઓલાવાઈ હતી. આગ ચાલુ હતી ત્યારે લોકોના કહેવા પ્રમાણે અંદરથી ગેસ ના સિલિન્ડર બ્લાસ્ટ થવાના અવાજ પણ આવી રહ્યા હતા. આંખના પલકારામાં પાણીના બમ્બા ખાલી થઈ પાછા પાણી ભરવા ભગતા હતા. 

જેને હિસાબે આગ કંટ્રોલ કરવામાં મુશ્કેેલી પડી રહી હતી. આ સિવાય ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હોવાને કારણે પણ થોડી હેરાનગતિ થઈ રહી હતી. તેમને દૂર ખસેડવા પોલીસ ની મદદ લેવી પડી હતી

ગાળાઓમાં  ભંગાર વાળા, ફનચર વાળા અને લાકડા વાળા ના મોટા મોટા ગોડાઉન હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. આ સિવાય આ આંગ ની સાથે ઉત્તન ના ડમ્પિંગ ગ્રાઉન્ડ માં પણ આગ લાગી હોવાને કારણે ફાયર બ્રિગેડ ની પરેશાની વધી ગઈ હતી.


Google NewsGoogle News