પૂજા ખેડકરનું વધુ એક પરાક્રમ, ચોરીના આરોપીને છોડવા ડીસીપી પર દબાણ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરનું વધુ એક પરાક્રમ, ચોરીના આરોપીને છોડવા ડીસીપી પર દબાણ 1 - image


નવી મુંબઈ પોલીસ તરફથી સરકારને ઔપચારિક  જાણ કરાઈ

કોઈ આઈએએસ આવો ફોન કરે તેનો ડીસીપીને ભરોસો ન પડતાં  કોઈ કાર્યવાહી ન કરીઃ આરોપી હજી પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં 

મુંબઇ :  વિવાદાસ્પદ પ્રોબેશનરી આઇએએસ ઓફિસર પૂજા ખેડકરે કથિત રીતે ચોરીના કેસમાં પકડાયેલા એક વ્યક્તિને છોડવા માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પર દબાણનો પ્રયાસ કર્યો હોવાની નવી મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સરકારને જાણ કરી છે.

આ ઘટના ૧૮મેના રોજ પનવેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.પૂજા  ખેડકરે ડીસીપી વિવેક પાનસરેને ફોન કર્યો હતો. તેમને ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા ટ્રાન્સપોર્ટર ઇશ્વર ઉતરવાડેને છોડવા માટે કહ્યું હતું.  પૂજાએ ે ડીસીપીને જણાવ્યું કે ઉતરવાડે નિર્દોષ છે. અને તેની સામેના આરોપ નજીવા છે, એવી માહિતી અધિકારીને આપી હતી. ગૃહ વિભાગના અધિકારીની સલાહ પર ડીસીપી પાનસરેએ નવી મુંબઇ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બે મારફત ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા મુખ્ય સચિવ સુજીતા સૈનિકને કથિત કોલ પર બે પાનાનો અહેવાલ મોકલ્યો છે.

પૂજાએ ે ફોનમાં પાનસરેને પોતાની ઓળખ આપી હતી. આમ છતાં ડીસીપીને ખાતરી ન હતી કે કોલ કરનાર ખરેખર આઇએએસ અધિકારી છે  કે કોઇ ઠગ છે.આમ નવી મુંબઇ પોલીસે કોલ પર વિશ્વાસ કરીને કોઇ કાર્યવાહી કરી નહોતી અને ઉતરવાડે હજી પણ કથિત ગુના માટે ન્યાયિક કસ્ટડીમાં છે. ઉત્તરવાડે બિલ્ડરોને  સ્ટીલ મટિરિયર સપ્લાય કરે છે. તેની ટ્રકમાં ઓછો સ્ટોક આવતો હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે ઉત્તરવાડે દ્વારા વજન કાંટામાં ઘાલમેલ કરવામાં આવી હતી 

પૂજા ખેડકરની તાલીમ પૂર્ણ તાય તે પહેલા પુણેથી વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ ીહતી. અલગ કેબિન અને સ્ટાફ જેવી માગણીઓના લીધે વિવાદ શરૃ થતા  પૂજા ભારે ચર્ચામાં આવી છે.  ૩૨ વર્ષીય પ્રોબેશનરી આઇએએસ અધિકારીના વર્તન વિશે જાણ્યા પછી નવી મુંબઇ પોલીસે પુણે કલેક્ટર ઓફિસ અને ગૃહ  વિભાગના વરિષ્ઠ અધિકારી સાથે વાત કરી છે, એમ ઓફિસરે જણાવ્યું હતું.

  પુણે કલેક્ટર ઓફિસમાં ખેડકરના વર્તન ઉપરાંત એવા પણ આરોપ છે કે તેણે આઇએએસમાં સ્થાન મેળવવા માટે વિકલાંગતાની જોગવાઇ અને ઓબીસી ક્વોટાનો દુરુપયોગ કર્યો હતો.



Google NewsGoogle News