મુંબઈની સીસીડી સહિત વધુ 6 રેસ્ટોરાંને એફડીએ દ્વારા ક્લોઝર

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
મુંબઈની સીસીડી સહિત વધુ 6 રેસ્ટોરાંને એફડીએ દ્વારા ક્લોઝર 1 - image


ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ થતાં આકરું પગલું

બાંદરામાં વાનગીમાં મૃત ઉંદર મળ્યા પછી  દોઢસોથી વધુ રેસ્ટોરામાં ચેકિંગઃ પોણા 2 લાખનો દંડ વસૂલાયો

મુંબઇ :  નવરાત્રિ અને તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ ન મળે તે હેતુસર ફૂડ સેફ્ટી પેરામીટર્સનું ઉલ્લંઘન કરતી મુંબઇની ખાણીપીણીનું રેસ્ટોરન્ટ, દુકાનો અને મીઠાઇની દુકાનો પર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફ.ડી.એ) દ્વારા સખત કાર્યવાહી હાથ ધરી છે. તેના અંતર્ગત ગત મંગળવારે એફ.ડી.એ વધુ છ રેસ્ટોરાના નામ જાહેર કરીને તેને બંધ કરવાની નોટિસ ફટકારી છે.

એફ.ડી.એ આપેલી રેસ્ટોરન્ટને નોટિસ પૈકી વિલેપાર્લા (પ.) સ્થિત કાફે કોફી ડે (સી.સી.ડી), ધારાવીમાં ટેસ્ટી પરોઠા કોર્નર, મહમદઅલી રોડ પર મદિના શરીફ હોટેલ, ઘાટકોપર પૂર્વમાં મુંબઇ બાઇટસ, મલાડ (પ.)માં સર્કલ કિચન અને કાંદૂર માર્ગ (પ.)માં રાજલક્ષ્મી રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.

જ્યારે ગત સોમવારે એફ.ડી.એ આપેલા અહેવાલમાં મુંબઇની નવ હોટેલ સામે કાર્યવાહી કરી હતી. જેમાં બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં કો કુ બાય ઓબેરોટ, માટુંગા ખાતે ુૂબનાના લીફ, કાંદિવલી (પ.)માં ન્યુયોર્ક બુરીટો, અંધેરી (પૂર્વ)માં હોટેલ હાઇવે ઇન્નોનો સમાવેશ થાય છે.

એફ.ડી.એ ઓગસ્ટમાં હોટેલો તથા રેસ્ટોરન્ટસ સામે અભિયાન છેડયું હતું. ત્યારબાદ બાંદરા (પ.)માં પાપા પંચો દા- ઢાબા ખાતે તેની વાનગીમાં ઉંદર મળ્યા બાદ બેંક એક્ઝિક્યુટીવ અનુરાગ સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી રેસ્ટોરન્ટના મેનેજર અને બે રસોઇયાની ધરપકડ કરી હતી. અને એફ.ડી.એ ત્યારબાદ રેસ્ટોરન્ટમાં અનેક નિયમોના ઉલ્લંઘન થયેલા દેખાતા તેને સ્ટોપ વર્ક નોટિસ સુદ્ધા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે મહિનામાં એફ.ડી.એ લગભગ ૧૫૨ દુકાનો અને રેસ્ટોરાની ચકાસણી કરી છે. તેમાં પૈકી ૧૫ ખાણીપીણીની દુકાનો બંધ કરાવી છે. ૧૩૭ને સુધારાની નોટિસ જારી છે અને રૃા. ૧.૭૦ લાખનો દંડવસૂલ કર્યો છે. એફ.ડી.એના જોઇન્ટ કમિશનર (ફૂડ) શૈલેષ અધાઓએ જણાવ્યું હતું કે અમારી ઝુંબેશનો ઉદ્દેશ્ય રેસ્ટોરન્ટના માલિકોમાં ફૂડ સેફ્ટીના ધોરણે જાળવવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. અમે ૧૫ રેસ્ટોરન્ટસને ફૂડ સેફ્ટી નિયમોના અનેક ઉલ્લંઘન બદલ બંધ કરાવી છે.

એફ.ડી.એ તેની ઝુંબેશ ચાલુ રાખી છે. કોલાબામાં બડેમિયા અને માહિમમાં મુંબઇ દરબારને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. જ્યારે ખાણીપીણી સંબંધિત પાલન કરવાના દસ્તાવેજો અને પુરાવા સબમિટ કર્યા હતા. અને તેમની જગ્યાનું ફરીથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં ૧૮,૪૮૧ ખાણીપીણીના દુકાનો રેસ્ટોરન્ટ નોંધાયેલા છે. જ્યારે એફ.ડી.એ  પાસે તેની ૪૯ની જરૃરિયાત સામે માત્ર ૧૩ ખાધ સુરક્ષા અધિકારીઓ છે.

દરમિયાન ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નિયમોના ઉલ્લંઘન માટે દોષિત રેસ્ટોરાં બંધ કરવાના એફ.ડી.એના નિર્ણયને મનસ્વી ગણાવ્યો હતો. હોટેલ એસોસિયેશન માન્ય રાખ્યું છે કે રેસ્ટોરન્ટના રસોડા સ્વચ્છ અને ખાદ્ય પદાર્થ જાળવવાના ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવા જોઇએ.  રેસ્ટોરન્ટ બંધ કરવાને શિક્ષા તરીકે ગણાવી હતી. તમામ રેસ્ટોરન્ટ સમાન વર્તન કરવું જોઇએ. એફ.ડી.એ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરાતો હોવાનો આરોપ મૂક્યો છે. પરંતુ રસ્તામાં વેચાતા ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ પાસે તો લાઇસન્સ નથી. છતાં તેઓ ખુલ્લામાં તે વેચે છે. તેની સામે કાર્યવાહી થતી નથી.



Google NewsGoogle News