Get The App

ફેશન ડિઝાઈનર રોહિત બાલા વેન્ટિલેટર પર

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ફેશન ડિઝાઈનર રોહિત બાલા વેન્ટિલેટર પર 1 - image


ભારતના ફેબ્રિક માસ્ટર તરીકેની ઓળખ

ઐશ્વર્યા , કાજોલ, અમિતાભ  ઉપરાંત પામેલા એન્ડરસન સહિતની હસ્તીઓનો  ફેવરિટ ડિઝાઈનર

મુંબઇ :  બોલીવૂડથી લઇ હોલીવૂડ સુધી કામ કરી ચુકેલો ફેશન ડિઝાઇનર રોહિત બાલ હાલ હોસ્પિટલના બિછાને જીવન-મરણનો જંગ ખેલીરહ્યો છે.  ગુુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં તે વેન્ટિલેટર  પર છે.  

રોહિતને પેન્ક્રિયાસ તથા કિડની સંબંધિત સમસ્યાઓ છે. થોડા દિવસો પહેલાં તેને છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે દાખલ કરાયો હતો. તબીબોના જણાવ્યા અનુસાર તેનું હાર્ટ નબળું પડી ગયું છે અને વધારે જોરથી પંપીંગ કરી શકતું નથી. હાલ તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

રોહિતની ગણના બોલીવૂડના ટોચના ફેશન ડિઝાઈનર તરીકે થાય છે. અમિતાભ પોતાના ટીવી શો માં રોહિતના ડિઝાઈન કરેલા સૂટસ ધારણ કરી ચૂક્યો છે. ઐશ્વર્યા, કરીના, કાજોલ સોનમ, પૂજા હેગડે સહિતની હિરોઈનોનો તે માનીતો ડિઝાઈનર છે. આ ઉપરાંત પામેલા એન્ડરસન તથા સિન્ડી ક્રોફર્ડ જેવી હોલીવૂડની હસ્તીઓ પણ તેની પાસે વસ્ત્રો ડિઝાઈન કરાવી ચૂકી છે. 

ટાઈમ મેગેઝિન દ્વારા રોહિતને ભારતના ફેશન તથા ફેબ્રિકના માસ્ટર તરીકનો ખિતાબ આપવામાં આવી ચૂક્યો છે. 

રોહિતને અગાઉ ૨૦૧૦માં પણ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેની તબિયત નાજૂક રહે છે.



Google NewsGoogle News