દેવું ચૂકવવા ખેડૂતો 75 હજારમાં કિડની, 90 હજારમાં લિવર વેચવા તૈયાર
મહારાષ્ટ્રના દેવાંગ્રસ્ત ખેડૂતોએ અંગોનું રેટ કાર્ડ જાહેર કર્યું
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને પત્ર પાઠવી ખેડૂતોના અંગો વેચાતા લઈ બદલામાં તેમને દેવાં મુક્ત કરી દેવાની અપીલ
મુંબઇ : મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુકાળના ઓળા ઉતરવા માંડયા છે, કમોસમી વરસાદમાં પાકને નુકસાન થયું છે અને અધૂરામાં પૂરું કર્જ ચૂકવવાના ખેડૂતો પાસે પૈસા નથી રહ્યા. આવી હૃદયદ્રાવક સ્થિતિ વચ્ચે હિંગોલી જિલ્લાના ગોરેગાવના કેટલાય ખેડૂતોએ પોતાની કિડની, લીવર, આંખો સહિતના અવયવો વેંચવા કાઢ્યા છે. આ માટે તેમણે રીતસર રેટકાર્ડ જારી કર્યું છે.
ેવાદાર ખેડૂતોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ વખતે પાક નિષ્ફળ ગયો છે, પાકનો વીમો મળ્યો નથી. આવી વિકટ સ્થિતિમાં અમારી પાસે કર્જ ચૂકવવા પૈસા નથી. એટલે અમારા અવયવો વેંચાતા લઈ અમને કર્જમુક્ત કરો એવી વિનંતી છે.
રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા વિસ્તારોમાં ગોરેગાવ અને આસપાસના ગામોનો સમાવેશ થાય છે. એટલે આ વિસ્તારના કેટલાય ખેડૂતોએ અવયવો વેંચવા કાઢ્યા છે.