રશ્મિકાને લંગડાતી અને વ્હિલચેર પર બેઠેલી જોઈ ચાહકો દુઃખી
જિમ્નેશિયમમાં શૂટિંગ વખતે ઈજા થઈ હતી
રશ્મિકાનાં અનેક શૂટિંગ રદ, છાવાના પ્રમોશનમાં પણ મર્યાદિત હાજરી આપશે
મુંબઇ - રશ્મિકા મંદાનાને હૈદરાબાદ અને મુંબઈ એરપોર્ટ પર લંગડાતી ચાલતી જોઈ તથા બાદમાં વ્હિલચેર પર બેઠેલી જોઈ તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. તેમણે રશ્મિકા ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પ્રગટ કરી હતી.
રશ્મિકાને જિમ્નેશિયમમાં કસરત દરમિયાન પગમાં ઈજા થઈ છે. તેના કારણે તેનાં 'સિકંદર' સહિતની ફિલ્મોનાં શૂટિંગ પણ રદ થયાં છે.
હવે તે તેની આગામી ફિલ્મ 'છાવા'નું પ્રમોશન કરવાની છે પરંતુ આ ઈજાના કારણે તેની પ્રમોશનલ એક્ટિવિટી પણ બહુ મર્યાદિત રહે તેવી સંભાવના છે.