Get The App

દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક લાસલગાંવમાં ગગડતા ભાવ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક લાસલગાંવમાં ગગડતા ભાવ 1 - image


બાંગ્લાદેશે 10 ટકા આયાત વેરો લગાડયો 

ક્વિન્ટલ દીઠ 300 થી 400 રૃપિયા ઘટયા : ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં : ગ્રાહકોને રાહત

મુંબઈ - ભારતીય કાંદા ઉપર બાંગ્લાદેશે આજથી ૧૦ ટકા આયાત વેરો (ઇમ્પોર્ટ ડયુટી) લાગુ કરવાને પગલે દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક નાસિક જિલ્લાના લાસલગાંવની માર્કેટમાં કાંદાના ભાવ ઝડપથી ગગડવા માંડયા હતા. ક્વિન્ટલ દીઠ ૩૦૦થી ૪૦૦ રૃપિયા ઘટતા કાંદા ઉત્પાદક ખેડૂતો અને વેપારીઓ હચમચી ઉઠયા છે.

લાસલગાંવની  એપીએમસી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે કાંદા પરની ૨૦ ટકા એક્સપોર્ટ ડયુટી હટાવવાની અમારી માગણી હજી સુધી આપણી સરકારે સ્વીકારી નથી ત્યાં પાડોશી બાંગ્લાદેશે આજથી ભારતીય કાંદા પર ૧૦ ઇમ્પોર્ટ ડયુટી લગાડતા કાંદા ઉત્પાદકો અને વેપારીઓને ભારે આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. 

જો બાંગ્લાદેશમાં કાંદાની નિકાસ કરવી હોય તો આપણી સરકારે લાદેલા ૨૦ ટકા એક્સપોર્ટ ડયુટી અને બાંગ્લાદેશની ૧૦ ટકા ઇમ્પોર્ટ ડયુટી એમ કુલ ૩૦ ટકા ડયુટી ચૂકવવી પડશે. આટલી ઊંચી ડયુટી ભરીને કોણ કાંદા મોકલાવે?

દરમિયાન કાંદાના વધુ ઉત્પાદન અને નિકાસમાં ઘટાડાને કારણે ઘરઆંગણે કાંદાના ઢગલા થવા માંડયા છે. 

લાસલવાંગની માર્કેટમાં બે દિવસ પહેલાં કાંદાનો ક્વિન્ટલ (૧૦૦ કિલો)નો ભાવ ૨૫૦૦ રૃપિયાની આસપાસ હતો એ આજે નીચે ઉતરીને ૧૬૦૦ રૃપિયાની આસપાસ થયો હતો. ટૂંકમાં ૨૫ રૃપિયે કિલો વેંચાતા કાંદા ૧૬ રૃપિયે કિલોના ભાવે વેંચાવા માંડયા છે.

લાસલગાંવની એપીએમસી માર્કેટના વેપારીઓ અને ખેડૂતોએ કાંદા પરની ૨૦ ટકા એક્સપોર્ટ ડયુટી હટાવવાની કેન્દ્ર સરકારને અપીલ કરી છે.



Google NewsGoogle News