Get The App

વિરારની કચ્છી મહિલાની આંખો, ત્વચા તથા સમગ્ર શરીરનું દાન કરાયું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
વિરારની કચ્છી મહિલાની આંખો, ત્વચા તથા સમગ્ર શરીરનું દાન  કરાયું 1 - image


49 વર્ષની મનિષા ગાલાનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું હતું

કચ્છના વડાલા ગામના  કચ્છી વીસા ઓસવાળ પરિવારનો  ભારે આઘાત વચ્ચે સ્તૂત્ય નિર્ણય

મુંબઈ - પત્નીના વિયોગ છતાં કચ્છી પરિવારના પતિએ દુઃખે પડખે મુકીને પણ પત્નીનું દેહદાન કરવાનો આકરો નિર્ણય લઈને અનેકને નવજીવન આપ્યું છે. વિરારના આ કચ્છી પરિવારે મનીષા ગાલાના શરીરનું દાન, આંખનું દાન અને ત્વચાનું દાન પરિવારે નિર્ણય સાથે સંમતિ આપ્યા બાદ સફળતાપૂર્વક થયું હતું.

મૂળ કચ્છના વડાલા ગામના શ્રી કચ્છ વીસા ઓસવાળ સમાજનો કચ્છી ગાલા પરિવાર વિરાર-વેસ્ટમાં આવેલાં  વિવા કોલેજ વિસ્તારમાં ગણપિત કુટીર ઈમારતમાં રહે છે. આ ગાલા દંપતિને સંતાન નથી.કિશોર ગાલાની ૪૯ વર્ષની પત્ની મનીષા ગાલાનું મંગળવારે સવારે કાડયાક અરેસ્ટથી અવસાન થયંપ હતું. 

મનીષા ગાલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર ભારે આઘાતમાં આવી ગયો હતો. પરંતુ,આ આઘાતને દુર કરીને પણ કિશોર ગાલાએ અન્યોનું જીવન પ્રકાશમય થાય એ માટે સમાજલક્ષી નિર્ણય લઈને દેહદાન કર્યું હતું. અંગદાનની પ્રક્રિયા માટે ધ ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના સ્થાપક પુરુષોત્તમ પવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.  તેમણે ગાલા પરિવારના સભ્યોને અંગદાન વિશે સમજણ પણ પુરી પાડી હતી એથી પરિવારે નેત્રદાન, ત્વચાનું દાન અને આખા શરીરનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ સમય વેડફ્યા વગર તરત બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મુંબઈની હોસ્પિટલમાં લક્ષ્મણ ધુરી, ડા. સ્નેહા અને ડો. યુવરાજ ભોસલેની મદદથી દેહદાનની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. નાલાસોપારાની હોસ્પિટલમાં નેત્રદાન કરવામાં આવ્યું હતું. દેહ મુક્તિ મિશન વસઈના કાર્યકર સાગર વાઘની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.  નેત્રદાન ના સ્વીકાર બાદ તેને સુરક્ષિત રીતે થાણેમાંઆવેલી કોનયા સહિયારા આઈ બેન્કપહોંચાડી દીધાં હતાં. 

આ નેત્રદાનને કારણે આગામી ૩૬ કલાકમાં ઓછામાં ઓછા બે અંધ લોકોને દૃષ્ટિનો લાભ મળશે. તેમજ ઐરોલી ખાતે નેશનલ બર્ન સેન્ટરમાંત્વચા દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

મૃત્યુ બાદ તો કોઈને મદદ આવીએ..

આ વિશે માહિતી આપતાં  દાદરમાં જાણીતી કપડાની દુકાનમાં કામ કરતાં મનિષા ગાલાના પતિ કિશોર ગાલાએ 'ગુજરાત સમાચાર'ને કહયું હતું કે 'રાતના સુતા બાદ મનિષા બે વખત બાથરૃમ જવા ઉઠી હતી. મંગળવારે સવારે વોચમેન પાણી આવ્યું એ માટે દરવાજો ખખડાવ્યો પરંતુ મનિષા ઊભી જ થઈ નહોતી. એથી મેં તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના તરફ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

 મારી મમ્મીની આંખો મેં ડોનેટ કરી હતી અને પપ્પાની આંખો કોવિડના કારણે ડોનેટ કરી શક્યો નહોતો. પરંતુ, મારા અવયવો દાન કરવા મેં મનિષાને કહયું હતું પરંતુ નસીબે મને તેના અવયવો દાન કર્યા છે. જીવતા તો આપણે લોકોને મદદરૃપ થવાના પ્રયત્નો કરતાં હોઈએ છીએ પરંતુ મૃત્યુ બાદ શરીર રાખ થાય એના કરતાં તે ઉપયોગી પડે એ જરૃરી છે.



Google NewsGoogle News