વિશ્વાસુ કર્મચારી દ્વારા નકલી ઓર્ડરો જારી કરી અઢી કરોડની ઉચાપત
- મલાડના કંપની સંચાલકને કેટલાય લોકોએ કહ્યું, અમે કોઈ ઓર્ડર જ નથી આપ્યા
- શરુઆતમાં સારું કામ કરી વિશ્વાસ જીતતાં વધુ જવાબદારી સોંપી, મોટા ક્લાયન્ટને બિલ માટે હેરાન ન કરાય તેવાં બહાના કાઢી પૈસા વાળી લીધા
મુંબઈ : મલાડમાં સ્થિત લોયરેક્સ સોલ્યુશન્સ કંપનીના એક કર્મચારી સામે ૨૨ મહિનાના સમયગાળામાં રુ. ૨.૬ કરોડની કથિત ઉચાપત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ નકલી ઈમેલ એડ્રેસ અને બનાવટી બિલો દ્વારા ઓર્ડર બનાવીને આ ઉચાપત કરી હતી. હાલ આ મામલે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મલાડની લોયરેક્સ સોલ્યુશન્સના કંપનીના એક કર્મચારી પર શુક્રવારે ૨૨ મહિનાના સમયગાળામાં રુ. ૨.૬ કરોડની કથિત ઉચાપત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી ધાર્મિક મુકેશ ચૌહાણે કથિત રી તે ેનકલી ઈમેલ એડ્રેસ અને બનાવટી બિલો દ્વારા ઓર્ડરો બનાવીને આ નાણાંની ઉચાપત કરી હતી.
લોયરેક્સ સોલ્યુશન્સના માલિક સંદીપ ભટ્ટના જણાવ્યા અનુસાર, આરોપી ઓગસ્ટ ૨૦૨૧માં આ કંપનીમાં જોડાયો હતો. સમય જતાં ચૌહાણએ કંપનીમાં બધા લોકોનો વિશ્વાસ જીતી લીધો હતો. તેથી તેને અમુક ઓર્ડર આપવાનું કહેવામાં આવ્યુ હતુંં. આ માટે તેને કંપનીના ઈમેલનો એક્સેસ અને કંપની તરફ બિલ બનાવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો.
આ કંપનીમાં તેણે એટલે સારુ કામ કર્યું હતું કે કંપનીમાં બધા તેના પર વિશ્વાસ રાખી તેને મુક્ત રીતે કામ કરવા દેતા થઈ ગયા હતા. તેથી કેટલીકવાર, જ્યારે ઓર્ડરની ચુકવણીમાં કોઈક ક્લાયન્ટ સમય લગાડતા. ત્યારે ચૌહાણ જાતે ક્લાયન્ટો પાસે જઈ તેમની પાસેથી ચુકવણી કરાવીને આ સમસ્યાનો ઉકેલ લાવતો હતો.
ઓક્ટોબર ૨૦૨૩માં, ભટ્ટ જ્યારે તેના પેન્ડિંગ પેમેન્ટ્સના ઈ મેઈલના જવાબો આપી રહ્યા હતા. ત્યારે તેનો ઈમેઈલ બાઉન્સ થયો હતો. તેમાં ભટ્ટને એકાઉન્ટમાં કંઈક ખોટું વર્તાયું હતું. આ પછી ભટ્ટે અન્ય કેટલાક કલાયન્ટને જેમના પેમેન્ટ આવવાના બાકી હતા તેવાને કોલ અને ઈમેલ કરવાનું શરુ કર્યું હતું. આમાં કેટલાક કિસ્સાઓમાં, લોકોએ ફોન પર જણાવ્યું હતું કે તેઓએ તેમની કંપની પાસેથી ક્યારેય કંઈપણ ખરીદ્યું જ નથી અને અન્ય કેટલાક લોકોએ ઓર્ડરમાં બતાવેલા ઉપકરણોની સંખ્યા અથવા કિંમતો પર વિસંગતતાઓ સાથે ઈમેલનો જવાબ આપ્યો હતો.
ત્યાર પછી ભટ્ટે કંપનીના એકાઉન્ટ્સ અને આરોપી ચૌહાણના અંગત રેકોર્ડની તપાસ કરી હતી. ત્યારે છેતરપિંડીનો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેથી ભટ્ટે મલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતોે. અને કેસ નોંધાવ્યો હતો. જે બાદ આરોપીની પુછપરછ માં તેણે નકલી ઈમેલ અને બનાવટી બિલ દ્વારા ઓર્ડર કરી પૈસાની ઉચાપાત કરી હોવાનું કબૂલાતત કરી હતી.
મલાડ પોલીસે હાલ આ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ, તેમજ ઈન્ફોરમેશન ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્ય ો હતો. હાલ આ મામલામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.