શિર્ડી સાઈ મદિરમાં દાનની રકમની કર્મચારી દ્વારા ઉચાપત

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
શિર્ડી સાઈ મદિરમાં દાનની રકમની કર્મચારી દ્વારા ઉચાપત 1 - image


નનામા પત્રના આધારે કૌભાંડ પકડાયું

કોન્ટ્રેક્ટ પરના કર્મચારીએ  ડુપ્લીકેટ રસીદ આપી રકમ મંદિરમાં જમા ન કરી

મુંબઇ :  શિર્ડી સાઇબાબાના મંદિરમાં ભક્તો તરફથી આપવામાં આવતી દાનની રકમમાં ગોટાળો થયાનું બહાર આવતા કોન્ટ્રેક્ટ પરના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાઉન્ટર ઉપર દાનની રકમ સ્વીકારવા બેસતા કર્મચારી તરફથી પૈસાની ઉચાપત કરવામાં આવે છે અને સાઇ સંસ્થાન તેમ જ ભક્તો સાથે બનાવટ કરવામાં આવે છે એવી ફરિયાદ એક સાઇભક્તે નનામ પત્ર દ્વારા કરી હતી. શિર્ડી સાઇ સંસ્થાનના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ સુધાકર યાર્લાગડ્ડાએ તરત જ ફરિયાદની નોંધ લઇ અકાઉન્ટ વિભાગમાં તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં પૈસાનો ગોટાળો થતો હોવાનું બહાર આવ્યું હતું.

મંદિરના ડોનેશન કાઉન્ટર ઉપર દાન આપનારાને કોમ્પ્યુટર પ્રિન્ટથી રસીદ અપાય છે. પણ કર્મચારીએ ડોનેશનની બે કોમ્પ્યુટર પ્રિન્ટ આપી હતી પણ એક જ દાનની રકમ મંદિરના ખાતામાં જમા કરી હતી અને બીજી રકમ સેરવી લીધી હતી. આ બાબત ધ્યાનમાં આવતા કોન્ટ્રેક્ટ કર્મચારી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.



Google NewsGoogle News