Get The App

ઈડીના નામે 9 કરોડ પડાવવાના કેસમાં હિરેન ભગત સામે ખંડણીનો ગુનો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ઈડીના નામે  9 કરોડ પડાવવાના કેસમાં હિરેન ભગત સામે ખંડણીનો ગુનો 1 - image


કોક્સ એન્ડ કિંગના પ્રમોટર પાસેથી પૈસા પડાવાયા હતા

કેરકરના પુત્રની ઈડીના કેસમાં ધરપકડ  થયા બાદ મદદના નામે પૈસા પડાવ્યાઃ અગાઉ 164 કરોડની ખંડણીના કેસમાં પણ ધરપકડ

મુંબઇ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના ઓફિસરના સ્વાંગમાં બિઝનેસમેન અને અમુક કંપની પાસેથી ખંડણી વસુલ કરવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખારના બિઝનેસમેન હિરેન ભગત અને તેના સહયોગીઓની કથિત ભૂમિકાની તપાસ કરી રહી છે. આ મામલામાં બિઝનેસમેન ભગત સામે ખંડણીનો નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સ લિમિટેડ (સીએનકે)ના પ્રમોટર અજિત કેરકર પાસેથી ભગતે કથિત રીતે રૃ. નવ કરોડ રોકડ અને રૃ. ૭૫ લાખની કિંમતની ઘડિયાળ પડાવી લીધી હોવાનો આરોપ છે.

કેરકરના પુત્રની મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા છેતરપિંડીના કેસમાં તેમ જ ઇડી દ્વારા મનીલોન્ડરિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા કેરકરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં આર્થર રોડ જેલમાંથી ભગતનો તાબો મેળવવા પોલીસ કોર્ટમાં ગઈ હતી.

કેરરકરે દાવો કર્યો હતો કે આરોપી ભગતે ઇડી અધિકારીના સ્વાંગમાં મળીને ૨૦૨૦માં મની લોન્ડરિંગની કેસમાં તેના પુત્રને મદદ કરવાના ખોટા વચન આપ્યા હતા. ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન ભગતે તેની પાસેથી રૃ. નવ કરોડ પડાવી લીધા હતા. કેરકરે વધુ પૈસા આપવાની ના પાડી ત્યારે ભગતે કથિતરીતે શસ્ત્ર દાખવીને ધમકી આપી હતી.

અગાઉ ડેવલપર પાસે ૧૬૪ કરોડની ખંડણી માગવાના કેસમાં ભગત અને તેના સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી.



Google NewsGoogle News