મુંબઇ એરપોર્ટ પરથી 4700 ટન કેરીની પરદેશ નિકાસ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
મુંબઇ એરપોર્ટ પરથી 4700 ટન કેરીની પરદેશ નિકાસ 1 - image


કાર્ગોએ દેશ-પરદેશમાં માલ-સામાન મોકલ્યો એમાં 87 ટકા હિસ્સો ઇ-કોમર્સ કંપનીનો

મુંબઇ :  દેશના સૌથી વ્યસ્ત વિમાનમથક ગણાતા મુંબઇ એરપોર્ટના  કાર્ગો વિભાગે ગયા વર્ષ દરમ્યાન ૪૭૦૦ ટન કેરીની વિક્રમી નિકાસ કરી હતી. આ  વર્ષે કેરીની નિકાસનો આંકડો ગયા વર્ષ કરતાં વધી જાય એવું અનુમાન છે.

કોંકણની આફૂસ (અલફાન્ઝો) કેરીની અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, દુબઇ અને મસ્કત સહિતના  દેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. નવી મુંબઇ એપીએમસી માર્કેટમાં કેરી ઉપર વેપપાઇઝેશનની પ્રક્રિયા દ્વારા જંતુરહિત કરી વિદેશ મોકલવામાં આવે છે. આ સિઝનમાં હવે કેરીને વિદેશ મોકલવાની ટૂંક સમયમાં શરૃઆત થઇ જશે.

 ુનિયાના ૬૦૦ એરપોર્ટ સાથે મુંબઇ હવાઇમાર્ગે જોડાયેલું છે. મુંબઇ એરપોર્ટ પર  ર વર્ષે લાખો મુસાફરોની અવરજવર રહે છે. તેની સાથે કાર્ગો  દ્વારા માલ-સામાનની હેરફેર પણ મોટા પ્રમાણમાં થાય છે. મુખ્યત્વે કેરી અને કૃષિ-ઉત્પા નો, એન્જિનિયરિંગ સ્પેર- પાર્ટસ અને ઇ-કોમર્સ કંપનીઓનો માલ  ેશ-વિ ેશ મોકલવામાં આવ્યો હતો. એર કાર્ગો દ્વારા મોકલાતા માલમાં ૮૭ ટકા હિસ્સો ઇ-કોમર્સ કંપનીઓનો રહ્યો હતો.



Google NewsGoogle News