Mumbai: નવાં વર્ષની મોંઘી શરૂઆત, મહાવિતરણના વીજદરોમાં વધારો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
Mumbai: નવાં વર્ષની મોંઘી  શરૂઆત, મહાવિતરણના વીજદરોમાં વધારો 1 - image


ફ્યુઅલ એડજેસ્ટમેન્ટ કોસ્ટના નામે ભાવ વધારો

ભાંડુપ-મુલુંડ- થાણે- નવી મુંબઇ- કલ્યાણ- વસઇ વિરારમાં 300 રૃપિયા સુધી વધુ બિલ આવશેઃ ચાર્જિંગ સ્ટેશનોનું બિલ પણ વધશે

  મુંબઇ  :  મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (એમ.એસ.ઇ.ડી.સી.એલ)એ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફએસી) દ્વારા યુનિટ દીઠ ૨૫ પૈસાથી માંડીને ૬૫ પૈસા સુધી વીજ દર (ટેરિફ)માં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના પરિણામે વીજગ્રાહકોનો ખિસ્સા પર ભાર વધી જશે. મુંબઈના પૂર્વીય પરાં વિસ્તારો ઉપરાંત મેટ્રો પોલિટન રિજિયનના આશરે  લગભગ ૨.૮ કરોડ  રેસીડયન્સલ ગ્રાહકાએ ે જાન્યુઆરીથી જ મહિને આશરે રુપિયા ૩૦૦ સુધીની વધારાની રકમ ભરવાની નોબત આવી શકે છે. 

મુંબઈના ભાંડુપ, મુલુંડ ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, વસઈ વિરાર સહિતના રાજ્યના વિસ્તારોમાં સરકારી વીજ વિતરણ કંપની મહાવિતરણ દ્વારા વીજ પુરવઠો આપવામાં આવે છે. આ તમામ  ગ્રાહકોએ વધારાની રકમ ચૂકવવી પડશે. 

રાજ્યની માલિકીની વીજ કંપનીએ વર્ષ ૨૦૨૦માં મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (મર્ક) દ્વારા જારી કરાયેલા આદેશના પગલે આ નિર્ણય લીધો હતો. જેમાં મોંઘી વીજ ખરીદી પર ખર્ચની કિંમત વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ મંજૂરીને ધ્યાનમાં રાખીને એમ.એલ.ઇ.ડી.સી.એલ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ (એફ.એ.સી) વસૂલ કરશે. જે ચાલુ મહિનાથી ગ્રાહકોને બિલમાં લાગુ થશે. 

એમ.એસ.ઇ.ડી.સી.એલ.ના પરિપત્રક મુજબ, ૧૦૦ યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરતાં રેસીડેન્સિયલ વીજ ગ્રાહકોએ વીજળી માટે યુનિટ દીઠ વધારાના ૨૫ પૈસા ચૂકવવા પડશે. દર મહિને ૧૦૧ થી ૩૦૦ યુનિટનો વપરાશ ધરાવતા ગ્રાહકોએ યુનિટ દીઠ ૪૫ પૈસા વધારાના ચૂકવવા પડશે. જ્યારે દર મહિને ૩૦૧ થી ૫૦૦ યુનિટનો વપરાશ ધરાવતા ગ્રાહકોએ યુનિટ દીઠ ૬૦ પૈસા વધારાના ચૂકવવા પડશે. દર મહિને ૫૦૦ યુનિટથી  વધુ વીજળીનો ઉપયોગ કરતાં ગ્રાહકોએ નિયમિત વીજ દર કરતાં યુનિટ દીઠ ૬૫ પૈસા વધુ ચૂકવવા પડશે.

રેસીડન્સિયલ ગ્રાહકો ઉપરાંત નાના ઉદ્યોગોએ યુનિટ દીઠ ૩૦ પૈસાથી ૪૦ પૈસા વધારાના ચૂકવવા પડશે અને ઉદ્યોગો અને વ્યવસાયિક સંસ્થાઓને વપરાશને ધ્યાનમાં લેતાં તેના કારણે તેમના વીજળીના વપરાશ મુજબ થોડા હજાર રૃપિયાનો વધારાનો બોજ પડશે.

એફ.એ.સી. દ્વારા ઇલેકટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનો માટે ટેરિફમાં પણ વધારો થયો છે. તેમને વપરાશ માટે પ્રતિ યુનિટ ૪૦ પૈસા વધારાના ચૂકવવા  પડશે. પાલિકાઓને પણ સ્ટ્રીટ લાઇટ માટે વપરાતી વીજળી માટે યુનિટ દીઠ વધારાના ૪૦ પૈસા ચૂકવવા પડશે.



Google NewsGoogle News