માલેગાવમાં ભૂતપૂર્વ નગરસેવક અને તેના પુત્ર પર જાહેરમાં ધારદાર શસ્ત્રથી હુમલો

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
માલેગાવમાં ભૂતપૂર્વ નગરસેવક અને તેના પુત્ર પર જાહેરમાં ધારદાર શસ્ત્રથી હુમલો 1 - image


- નમાઝ પઢીને બહાર આવ્યા ત્યાં ત્રણથી ચાર હુમલાખોર તૂટી પડયા

- જમીનના વિવાદમાં આ ઘટના બની હોવાની આશંકા, હજુ થોડા દિવસો પહેલાં  ભૂતપૂર્વ મેયર પર ગોળીબાર થયો હતો

મુંબઇ : નાસિક જિલ્લાના માલેગાવમાં ભૂતપૂર્વ મેયર અબ્દુલ મલિક યુનુસ ઇસા પર થયેલ ગોળીબારની ઘટના તાજી જ છે ત્યાં આ પ્રકારની વધુ એક ઘટના બની હતી. શનિવારે રાત્રે માલેગાવના હજાર-ખોલી વિસ્તારમાં આવેલ મદીના ચોકમાં ત્રણથી ચાર અજાણ્યા હુમલાખોરોએ ભૂતપૂર્વ નગરસેવક અઝીઝ લલ્લુ અને તેના પુત્ર પર ધારદાર શસ્ત્રોથી હુમલો કરી દીધો હતો.

આ ઘટનામાં પિતા- પુત્ર બંને ગંભીર ઇજા પામતા બંનેને તાત્કાલિક અહીંની એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર અવસ્થામાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે. લલ્લૂ પર આ હુમલો જમીનના વિવાદમાં થયો હોવાનું ક હેવામાં આવે છે. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર અઝીઝ લલ્લૂ અને તેમનો પુત્ર અહીંની એક મસ્જિદમાં નમાઝ પઢી મદીના ચોક વિસ્તારમાં આવ્યા ત્યારે મોટર સાઇખલ પર આવેલા ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ લલ્લુ અને તેના પુત્ર પર ધારદાર શસ્ત્રોથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં લલ્લૂ અને તેનો પુત્ર ગંભીર રીતે ઇજા  પામ્યા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટયા હતા. સ્થાનિકોએ તરત જ લોહીલુહાણ લલ્લુ અને તેના પુત્રને વધુ સારવાર માટે અહીંની એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયા હતા. આ ઘટનાને લીધે સ્થાનિકોમાં ભયની સાથે જ રોષની લાગણી ફરી વળી હતી. આ હુમલો સંપત્તિના  વિવાદમાં થયો હોવાનું કહેવાય છે.

માલેગાવના ભૂતપૂર્વ મેયર પર થયેલ ગોળીબારની ઘટના બાદ તરત જ ભૂતપૂર્વ નગરસેવક અને તેના પણ પર જીવલેણ હુમલો થયા બાદ પોલીસે તરત જ આ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.



Google NewsGoogle News