પૂર્વ મેયર દત્તા દળવીનો જેલવાસ લંબાયો : જામીન અરજી પર ચુકાદો મોકૂફ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
પૂર્વ મેયર દત્તા દળવીનો જેલવાસ લંબાયો : જામીન અરજી પર ચુકાદો મોકૂફ 1 - image


સીએમ શિંદે માટે અભદ્ર ટિપ્પણીના કેસમાં આરોપી 

બંને પક્ષની દલીલ બાદ કરોટનો સમય પૂર્ણ થતાં ચુકાદો મોકૂફઃ આજે સવારે 11 વાગ્યે ફરી સુનાવણી

મુંબઈ :  મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે અભદ્ર ભાષા પ્રયોગ કરવાના કેસમાં ભૂતપૂર્વ મેયર દત્તા દળવીની જામીન અરજીની સુનાવણી આવતીકાલ પર મોકૂફ થતાં તેમણે હજી એક રાત જેલમાં વિતાવવી પડશે. મુલુંડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ. આર. વાશીમકર સમક્ષ જોરદાર દલીલ થયા બાદ કોર્ટનો સમય પૂરો થઈ જતાં ચુકાદો બાકી રાખવામાં આવ્યો છે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે સુનાવણી હાથ ધરાશે.

 ળવી જવાબ ાર નાગરિક છે અને સિનિયર સિટિઝન હોવાથી બે પક્ષના આંતરિક વિખવા ને લીધે તેમણે  વક્તવ્ય કર્યું હતું. કાયમી મુંબઈના રહેવાસી છે. આથી કોર્ટે શરતો સહિત તેમને જામીન આપવા એવી માગણી તેમના વકિલે કરી હતી. પોલીસને તપાસમાં સહકાર કરીશું, શરતો પાળીશું એવી ખાતરી પણ આપવામાં આવી હતી. સરકારી વકિલની  લીલ બા  કોર્ટ ચુકા ો આપવાની હતી પણ કામકાજનો સમય પૂર્ણ થઈ જતાં ચુકા ો રાખી મૂકાયો છે.

ગઈકાલે પોલીસે દળવીની ધરપકડ કરતાં તેમને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી અપાઈ હતી. ત્યાર બાદ દળવીએ તાત્કાલિક જામીન અરજી કરી હતી.  અરજીનો નિર્ણય મોકૂફ રહેતાં તેમને થાણે જેલમાં લઈ જવાયા છે.

બાળ ઠાકરેના નિષ્ઠાવાન શિવસૈનિક દત્તા દળવી આક્રમક સ્વભાવ અને થોડા સમયમાં આગળ આવેલા વિશ્વાસૂ નેતા છે. ૨૦૦૫થી ૨૦૦૭ સુદી તેઓ મેયર પદે રહ્યા હતા.



Google NewsGoogle News