માજી મેયર દત્તા દળવીને વય, બીમારીને ધ્યાને રાખી જામીન
સીએમ માટે કશું બોલવાની મનાઈ
કોઈ સમાજ માટે બોલ્યા નથી, 41ની નોટિસ પણ અપાઈ નથી તેવી કોર્ટની નોંધ
મુંબઈ : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે અભદ્ર ભાષા પ્રયોગના કેસમાં પકડાયેલા માજી મેયર દત્તા દળવીને મુલુંડ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે જામીન મંજૂર કર્યા છે. રૃ. ૧૫ હજારના બોન્ડ પર છૂટકારો આપ્યો છે. આરોપી વરિષ્ઠ નાગરિક છે અને તેમને કેટલીક બીમારી પણ હોવાથી અને તેઓ નાસી જવનાનો ભય નહોવાની નોંધ કરીને જામીન આપવામાં આવ્યા હતા.
ળવીએ કરેલા વાંધાજનક નિવે ન બા મુલુંડ પોલીસમાં ફરિયા થઈ હતી અને એ અનુસાર તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને ૧૪ િ વસની અ ાલતી કસ્ટડી અપાઈ હતી.
છેલ્લા બે દિવસથી દળવી જેલમાં હતા. જામીન મંજૂર થયા બાદ આજે જ દળવીનો થાણે જેલમાંથી છૂટકારો થયો હતો. કોઈ સમાજ કે સમુહ વિરુદ્ધ દળવીએ અવમાનકારક વક્તવ્ય નહીં કર્યાનું કોર્ટે નોંધ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય શિંદે બાબતે હેટ સ્પીચ આપ્યાની કોર્ટે નોંધ કરી હતી. ૪૧ એની નોટિસ આપ્યા વિના દળવીની ધરપકડ કરાયાની વકિલના દાવાની કોર્ટે નોંધ કરી હતી. કોર્ટે તબીબી ઈતિહાસને ધ્યાનમાં રાખીને કેટલીક શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા.
શરતોમાં કેસની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાંક પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્ય પ્રધાન વિરુદ્ધ કોઈજાતનંો અપમાનકારક નિવેદન કરવાની મનાઈ છે. કોઈ પ્રકારનું ક્ષોભજનક વક્તવ્ય કરવાની મનાઈ રહેશે. પોલીસને સહકાર આપવો ફરજિયાત રહેશે. કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નિર્માણ થાય નહીં એની કાળજી લેવી પડશે.