ઈવીએમ સ્ટેન્ડ અલોન મશીન, કોઈ રીતે કનેક્ટ થતું નથી
- ચૂંટણી પંચની અખબારને બદનક્ષીની નોટિસ
- કોર્ટના આદેશ વિના કોઈને મતગણતરી મથકના સીસીટીવી ફૂટેજ નહિ અપાય, ઈટીપીબીએસની ગણતરી ઈલેક્ટ્રોનિકલી થતી જ નથી
મુંબઇ : ચૂંટણી પંચના મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠકનાં રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું હતું કે ઈવીએમને ઓટીપીથી અનલોક કરી શકાય છે તેવા સાવ ખોટા સમાચારના આધારે કેટલાક નેતાઓ દ્વારા તદ્દન ખોટો પ્રચાર થઈ રહ્યો છે. વાસ્તવમાં ઈવીએમ સંપૂર્ણ સ્ટેન્ડ અલોન મશીન છે તેને અન્ય ડિવાઈસ સાથે કોઈ રીતે કનેક્ટ કરી શકાતું જન થી.
આ પત્રકાર પરિષદમાં પચે આ મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો.
- આ મામલો મતગણતરી સેન્ટરમાં મોબાઈલ ફોનના અનઅધિકૃત વપરાશને લગતો છે. તે અંગે ખુદ ચૂંટણી પંચે જ પોલીસ ફરિયાદ કરી છે.
-ચૂંટણી પંચમાં કોઈ જાતનું પ્રોગ્રામિંગ હોતું જ નથી. તેમાં કોઈ પ્રકારે વાયરલેસ કનેક્શન શક્ય જ નથી. આથી, ઓટીપીથી અનલોક કરવાની વાત સાવ ખોટી છે.
-ઈવીએમમાં કોઈ પ્રકારે ચેડાં ન થાય તે માટે એકદમ સઘન સુરક્ષા ઉપાયો પ્રયોજાય છે.
-ઈલેક્ટ્રોનિકલી ટન્સિમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ ( ઈટીપીબીએસ)ના મતોની ગણતરી પણ ફિઝિકલી જ થાય છે. તેની ઈલેક્ટ્રોનિક રીતે ગણતરીની વાત ખોટી છે.
-ઈવીએમ અને ઈટીપીબીએસના મતોની દરેક કાઉન્ટિંગ શીટ પર પૂરતી ચકાસણી બાદ દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ સહી કરે છે.
-ઈવીએમ વિશે ખોટો અહેવાલ પ્રગટ કરી ભારતીય ચૂંટણી વ્યવસ્થાને બદનામ કરવા બદલ સંબંધિત અખબાર 'મિડ ડે'ને ચૂંટણી પંચ દ્વારા આઈપીસી ૪૯૯ હેઠળ બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે.
-પોલીસ કે કોઈપણ સીસીટીવી ફૂટેજ માગ્યા હોય તોપણ અમે કોર્ટના આદેશ વિના કોઈને તે આપી શકીએ નહીં. પોલીસને પણ નહીં.