મારાં લગ્ન કોની સાથે થવાના છે તે બધાને ખબર છે : રશ્મિકા મંદાના
વિજય સાથે ડાઇનિંગના ફોટા વાયરલ થયા
વિજય દેવરકોંડાએ ડેટિંગ ચાલતું હોવાની કબૂલાત કર્યા બાદ રશ્મિકાનો સંકેત
મુંબઇ : મારાં લગ્ન કોની સાથે થવાનાં છે તેની બધાને ખબર છે તેવું જણાવી રશ્મિકા મંદાનાએ પણ વિજય દેવરકોંડા સાથે ડેટિંગનો સંકેત આપ્યો છે. હજુ થોડા દિવસો પહેલાં જ વિજયે પણ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું.
આગામી ફિલ્મ 'પુષ્પા ધી રુલ'ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં રશ્મિકાને પૂછવામાં આવ્યું હતું કે તે ફિલ્મી દુનિયાના કોઈ હિરોને જીવનસાથી તરીકે પસંદ કરશે કે પછી ફિલ્મ ક્ષેત્ર સિવાયની વ્યક્તિને. ત્યારે રશ્મિકાએ સૂચક જવાબ આપ્યો હતો કે હું કોને પરણવાની છું તેની સૌને ખબર છે, તમે મારી પાસેથી શું બોલાવવા માગો છો તે હું સમજું છું.
રશ્મિકા અને વિજય લાંબા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હોવાનું કહેવાય છે. બંને સાથે સાથે પર્યટન પર ગયાં હોય તેવો સંકેત આપતી અનેક તસવીરો અગાઉ વાયરલ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલાં બંને લંચ ડેટ પર સાથે હોવાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.