દરેક ફોરવર્ડેડ પોસ્ટનો હેતુ જાહેર અશાંતિ ફેલાવવાનો ન હોયઃ હાઈકોર્ટ
વ્હોટસએપ ગૂ્રપમાં પોસ્ટ ફોરવર્ડ કરવા બદલ થયેલો કેસ રદ કર્યો
કેસની તપાસ નબળી થઈ છે હોવાનું તારણ, લોકોએ પણ બધું ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ તેવી કોર્ટની ટિપ્પણી
મુંબઈ : મહત્ત્વના ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટે આપેલા મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે વોટ્સ એપ કે અન્ય સોશ્યલ મીડિયા પર દરેક વખતે વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરવાનો અર્થ સમાજમાં કે બે જૂથની વ્યક્તિમાં અશાંતિ ઊભી કરવાનો ઈરાદો માની શકાય નહીં.
ડો. બાબાસાહેબ આંબેડકર વિશેની વાંધાજનક પોસ્ટ અમુક વોટ્સએપ કોન્ટેક્ટને ફોરવર્ડ કરવા બદલ નોંધાયેલો કેસ રદ કરતી વખતે કોર્ટે ઉક્ત નિરીક્ષણ કર્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે લોકોએ સંયમ જાળવવો જોઈએ અમે વોટ્સએપ પર આવતું બધું જ ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ.
સ્માર્ટ ફોન, વોટ્સ એપ મેસેન્જર અને અન્ય એવા એપનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે પણ અમુક લોકો એટલા ટેકસેવી નથી અને એવા સંજોગોમાં તેઓ ક્યારેક મુશ્કેલીમાં મૂકાય છે. આવા ફોરવર્ડેડ મેસેજ સમાજમાં અશાંતિ ઊભી કરવાના ઈરાદે કરાયા હોવાનું માની શકાય નહીં, એમ કોર્ટે ૧૯ સપ્ટેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું.
જ્ઞાાનેશ્વર વાકળે (૩૪) નામના ઔરંગાબાદના રહેવાસીની અરજીની સુનાવણી ચાલી રહી હીત. અરજીમાં તેણે પોતાની સામે નોંધાયેલો કેસ રદ કરવાની દાદ માગી હતી.
ફરિયાદીને રાજેશ વાઘમારે નામની વ્યક્તિ પાસેથી વાંધાજનક પોસ્ટ મળી હતી. પોલીસે તપાસ કરતાં ચિત્તે નામની વ્યક્તિએ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. તપાસમાં જણાયંુ હતું કે વાકળેએ 'ઓનલી ભાઉ' નામના વોટ્સ એપ ગુ્રપમાં આ પોસ્ટ મૂકી હતી. આથી વાકળે સામે ફરિયાદ નોંધાઈ હતી.
ગુ્રપના સભ્યએ આ પોસ્ટ ફોરવર્ડ કરી નહોત તો ગુ્રપની બહાર ગઈ નહોત, એમ જજે નોંધ કરી હતી. વેટ્સ એપ મેસેન્જર ખાનગી મેસેજિંગ અને કોલિંગ માટે ઉપલબ્ધ છે. આથી પર્સનલ મેસેજ અને કોેલ સેન્ડર અને રિસીવર વચ્ચે સિક્યોર હોય છે. આથી ગુ્રપના કયા સભઅયએ પોસ્ટ બહાર વાઈરલ કરી એ જાણવાનો પ્રયાસ થયાનું આરોપનામામા ંક્યાંય જણાવાયંંુ નથી.
વાકળેએ વાંદાજનક પોસ્ટ ગુ્રપમાં કરી ત્યારે તેને આ ફોટો ડિલીટ કરવાનું કહેવાયુંહતું. એના બદલે તે ગુ્રપ છોડી ગયો હતો. તેને પોસ્ટ ડિલીટ કરવા ફરી ગુ્રપમાં લેવાયો હતો અને તેને આવી પોસ્ટ નહીં કરવા જણાવાયું હતું અને માફી માગવા કહેવાયું હતું. તે મેસેજ ડિલીટ કરી શક્યો નહોતો અન ગુ્રપમાં માફી માગી હતી. આ નિવેદન પરથી જણાય છે કે અરજદારનો ઈરાદો અશાંતિ ફેલાવવાનો નહોતો. કેસમાં અરજદારના મિત્રોને આરોપી દર્શાવાયા નથી. તપાસ અજેન્સી પસંદગીના લોકો સામે તેમની જાતિને આધારે કેસ કરી શકે નહીં, એમ જજે નોંધ કરી હતી. તપાસની ગુણવત્તા બહુ ઊતરતા સ્તરની છે. કોઈ પાયાની તપાસ થઈ નથી એમ કોર્ટે નોંધ કરી હતી.ડિસ્ટ્રીક્ટ જ્યુડિશ્યરીના જજો પણ ધ્યાન આપતા નહોવાનું નોંધીને કોર્ટે વ્યથિત હોવાનું જણાવ્યું હતું.