તલાક બાદ જો બીજા લગ્ન કર્યા તો પણ પૂર્વ પત્નીને આપવું પડશે ભરણપોષણ, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Image Source: Twitter
- જસ્ટિસ રાજેશ પાટિલે આ નિર્ણય સંભળાવ્યો છે
મુંબઈ, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના અધિકારો સાથે સબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તલાક બાદ ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને તેના પૂર્વ પતિ પાસેથી કોઈપણ શરત વગર ભરણપોષણનો અધિકાર ધરાવે છે. પછી ભલે તેના પતિએ બીજા લગ્ન કેમ ન કરી લીધા હોય.
જસ્ટિસ રાજેશ પાટિલે આ નિર્ણય સંભળાવ્યો છે. તેમણે મુસ્લિમ મહિલા એક્ટ-1986 (MWPA)નો હવાલો આપ્યો અને કહ્યું કે, મહિલાને તેમના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણનો હક લેવાનો સંપૂર્ણ અધિકાર છે.
કોર્ટે અગાઉ પણ સુનાવણીમાં એમ પણ કહ્યું હતું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125માં પત્ની અને અન્ય કેટલાક સંબંધીઓને ભરણપોષણ ભથ્થું આપવાની જોગવાઈ છે જેઓ પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે. કોર્ટે કહ્યું કે જે મહિલાથી તે બાદમાં અલગ થઈ ગયો હતો તેને પત્ની તરીકે માનવામાં આવશે.