Get The App

ચાઈનીઝ લસણની એન્ટ્રીથી દેશી લસણના ભાવ ગગડીને 150 રુપિયે કિલો

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ચાઈનીઝ  લસણની એન્ટ્રીથી દેશી લસણના ભાવ  ગગડીને 150 રુપિયે કિલો 1 - image


ચીની લસણને પ્રતાપે ભારતીયોને મોંઘવારીથી રાહત

થોડા સમય પહેલાં લસણનો ભાવ કિલોએ 500 રુપિયા પહોંચી ગયો હતો, દેશી લસણનું ઉત્પાદન ઘટતાં ચાઈનીઝ લસણ પેધું પડયું

મુંબઇ  -  થોડા વખત પહેલાં લસણના આસમાને ગયેલા ભાવ ઝડપથી ઘટવા માંડતા લોકોને થોડી રાહત થઇ છે. નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં છેલ્લાં એક મહિનાથી ચાલું થયેલી ચીનના લસણની ધમધોકાર આવકને લીધે દેશી લસણના ભાવ ગગડવા માંડયા છે. હજુ હમણા સુધી લસણનો ભાવ કિલોએ ૫૦૦ રુપિયા પહોંચી ગયો હતો પરંતુ હવે ચાઈનાથી લસણનો પુષ્કળ જથ્થો સસ્તા ભાવે ઠલવાતાં તેની પાછળ પાછળ દેશી લસણનો ભાવપણ ગગડીને કિલોએ ૧૫૦ રુપિયા થઈ ગયો છે. 

લસણના ભાવોમાં છેલ્લા કેટલાય સમયથી એકધારો ઉછાળો જોવા મળી રહ્યો હતો. કિલોએ ૫૦૦ રુપિયા સુધીનો ભાવ થઈ જતાં અનેક લોકોએ ઘરમાં લસણ ખાવાનું બંધ કરી દીધું હતું. હોટલો, રેસ્ટોરાંમાં પણ લસણનો વપરાશ ઘટયો હતો. શિયાળાની ઠંડીમાં લોકો લસણ વધારે ખાતા હોય છે પરંતુ આ વખતે બરાબર ઠંડી ટાણે જ લસણનો ભાવ અતિશય ઊંચો હોવાથી લોકોએ લસણથી તોબા કરી લીધી હતી. 

 સામાન્ય રીતે હોલસેલ માર્કેટમાં લસણનો ભાવ  ૫૦ થી ૧૦૦ રૃપિયાની આસપાસ રહેતો હતો. પરંતુ ધીમે ધીમે આ બાવ વધીને ૨૦૦, ૩૦૦ અને ૪૦૦ રૃપિયે કિલો થઇ ગયો હતો. રિટેલમાં તો લસણ ૫૦૦ થી ૬૦૦ રૃપિયે ક લિો વેંચાવા માંડયું હતું

પરંતુ હવે  નવી મુંબઇ માર્કેટમાં ૧૫૦ થી ૨૦૦ રૃપિયે કિલોના  ભાવે વેંચાણ થવા માંડયું છે.

ચીનનું લસણ ખૂબ જ સસ્તુ હોવાથી લોકો દેશી લસણ ખરીદવાને બદલે ચીની લસણ ખરીદવા માંડયા છે.  તેની પાછળ પાછળ દેશી લસણના ભાવ પણ ઘટવા લાગ્યા છે. 


Google NewsGoogle News