અભ્યાસ બાબતે મેણાંટોણાં આપતા માતા પિતાની એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા હત્યા
ડ્રગની લત પર ચઢી ગયેલો નાગપુરનો યુવક વારંવાર નાપાસ થતો હતો
હત્યા બાદ ઠંડા કલેજે બહેનને લઈ કાકાના ઘરે રહેવા જતો રહ્યો, પિતાના મિત્ર નવાં વર્ષની શુભેચ્છા આપવા ઘરે પહોંચ્યા ત્યારે પાંચ દિવસે લોકોે હત્યાની જાણ થઈ
મુંબઈ - નાગપુરમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ તેના માતાપિતની હત્યા કરી હતી. એન્જિનિયરિંગના ત્રીજાં વર્ષનો વિદ્યાર્થી વારંવાર નાપાસ થતો હોવાથી તેના શિક્ષણ અને કારકિર્દી બાબતે તેના અને તેના માતા પિતા વચ્ચે વારંવાર તકરાર થતી હતી. આથી આવેશમાં આવી જઈ તેણે માતાપિતાની હત્યા કરી હતી. હત્યા બાદ તે કાકાને ઘરે ચાલ્યો ગયો હતો. નવાં વર્ષે પિતાના મિત્ર શુભેચ્છા આપવા ઘરે આવ્યા હતા ત્યારે કોઈએ દરવાજો ન ખોલતાં અને પડોશીને ઘરમાંથી દુર્ગંધ આવી રહી હોવાનો ખ્યાલ આવતાં ડબલ મર્ડરનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે જાણ કરતા નવા વર્ષના પહેલા જ દિવસે અહીં ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી પચ્ચીસ વર્ષીય પુત્રની ધરપકડ કરી છે.
ઘટનાની વિગતો અનુસાર લીલાધર ડાખોલે કારાડી પાવર સ્ટેશનમાં ટેકનિશિયન તરીકે નોકરી કરતા હતા. જ્યારે તેમની પત્ની અરુણા સંગીતા વિદ્યાલયમાં શિક્ષિકા હતી. દંપતી અહીંં પુત્ર ઉત્કર્ષ અને તેમની ૨૧ વર્ષીય પુત્રી સેજલ સાથે રહેતા હતા. ઉત્કર્ષ એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે પુત્રી બીએએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
ઉત્કર્ષ છેલ્લા બે વર્ષતી એન્જિનિયરના ત્રીજા વર્ષમાં નાપાસ થતો હતો.ઉત્કર્ષ ે એમડી ડ્રગ્સનું વ્યસ્ન કરતો હોવાથી તે અભ્યાસમાં ધ્યાન આપી શકતો ન હતો. તેથી તેની માતાએ તેના પર ગુસ્સે થતા તેને અભ્યાસ છોડીને ખેતી કામ કર એમ મેણાં ટોણાં મારતી રહેતી હતી. તો પિતાએ પુત્રને સલાહ આપી હતી કે જો એન્જિનિયરિંગમાં પાસ ન થવાય તો આઈટી કે પોલિટેકનિકમાં એડમિશન લઈ લે.
ગત પચ્ચીસમી ડિસેમ્બરે પિતાએ ઉત્કર્ષને માર માર્યો હતો અને અભ્યાસ છોડીને ખેતી કામ કર એમ જણાવ્યું હતું. તો માતાએ તેનો બેગ પેક કરીને તેને એન્જિનિયરીંગ છોડીનેે પોલિટેકનિકમાં એડમિશન લેવું જ પડશે એમ જણાવ્યુ ંહતું.પરંતુ ઉત્કર્ષ એન્જિનિયરીંગમાં જ અભ્યાસ કરવા માંગતો હતો. જો કે, તેનું ભવિષ્ય તેને અંધકારમાં લાગતા તેણે માતા પિતાની હત્યાનું કાવતરુ ઘડયું હતું. તા. ૨૬મી ડિસેમ્બરે તેણે પિતાની ગેરહાજરીમાં માતાની અને બાદમાં પિતા આવ્યા પછી તેમની પણ હત્યા કરી હતી.
હત્યા બાદ બીજા દિવસે બપોરે તે પોતાના ઘરે ગયો હતો અને પાડોશીના જોતા તેણે જોરજોરથી દરવાજો ખટખટવાનો ડોળ કર્યો હતો. જેમાં કોઈએ દરવાજો ન ખોલતા તે ફરી કાકાના ઘરે ચાલ્યો ગયો હતો.
જોકે, નવા વર્ષના પહેલા જ દિવસે એક મિત્ર લીલાધરને શુભેચ્છા આપવા ઘરે આવ્યો હતો. આ સમયે તેને ઘરમાંથી અતિશય દુર્ગંધ આવી હતી. જેથી તેણે પાડોશીને આ અંગે જાણ કરી હતી. આ બાદ પાડોશીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરનો દરવાજો તોડીને પોલીસે અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં પોલીસને બંનેના મૃતદેહો મળી આવ્યા હતા.
આ અંગે પોલીસે પાડોશી સાથે પૂછપરછ કરતા તેમની પુત્રી અને પુત્ર બંને બોઘરામાં તેના માતાના ઘરે ગયા હોવાની માહિતી મળી આવી હતી. આ બાદ પોલીસની ટીમ બોઘારા પહોંચી હતી અને લીલાઘરના પુત્રી અને પુત્રની પૂછપરછ કરી હતી. આ સમયે ઉત્કર્ષનું વર્તન શંકાસ્પદ લાગતા તેની સઘન પૂછપરછ કરાઈ હતી. જેમાં તેણે ગુનો કબૂલ્યો હતો. આ બાદ પોલીસે તેની સામે હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.