Get The App

બેસ્ટના અનેક ડેપો પર કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી આંદોલન

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
બેસ્ટના અનેક ડેપો પર કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી આંદોલન 1 - image


બેસ્ટનું ખાનગીકરણ અટકાવો, વેટ લીઝને બદલે સ્વમાલિકીની બસ ખરીદો તેવી માંગ

માત્ર આર્થિક સહાય આપી છૂટી પડવાને બદલે મહાપાલિકા બેસ્ટનું સમગ્ર સંચાલન પોતાના હાથમાં લે તેવી પણ માગણી

મુંબઈ - આર્થિક ભીંસમાં સપડાયેલી બેસ્ટને ઉગારવામાં પાલિકાના ઉદાસીન વલણને પ્રકાશિત કરવા ગુરુવારે બેસ્ટ કર્મચારીઓના એક જૂથે હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનારા કર્મચારીઓ શિવસેનાના(યુબીટી) ટેકાવાળી બેસ્ટ કામગાર સેના સાથે જોડાયેલા હતા. વિરોધ પ્રદર્શન મુલુંડ, કોલાબા, ઓશિવરા, માલવણી, મલાડ, બાંદરા અને પોઈસર ડેપોમાં થયું હતું. 

કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં બેસ્ટનું ખાનગીકરણ અટકાવવું, બસોની વેટલીઝ ખરીદી બંધ કરીને બેસ્ટની સ્વમાલિકીની બસો ખરીદવામાં આવે,  નવા સ્ટાફની ભરતી કરવી અને કર્મચારીઓને ચૂકવવાની ગ્રેચ્યુટી તથા કોરોના વખતના ભથ્થાં કર્મચારીઓને ચૂકવવામાં આવે તેનો ે સમાવેશ થાય છે. 

પ્રદર્શનકારીઓના મતે જો આ પગલાં લેવામાં આવે તો બેસ્ટની કથળેલી સ્થિતિ સારી થઈ શકે છે. પાલિકા કમિશનરના અહેવાલમાં નિવેદનકરાયું હતું કે બેસ્ટ પાલિકાની જવાબદારી હેઠળ આવતી નથી. આ વાત ઉપર વિરોધ પ્રદર્શન કરનારી બેસ્ટ કામગાર સેનાના અધ્યક્ષ સુહાસ સામંતે કહ્યું હતું કે પાલિકા બેસ્ટની માતૃસંસ્થા છે તેથી બેસ્ટની બગડેલી હાલત માટે તે પણ જવાબદાર છે. કમિશનર સહકારની વાત કરે છે પણ જવાબદારી સ્વીકારવાની વાત નથી કરતા. 

કુર્લા બસ અકસ્માતવાળી ઘટના બાદ કામગાર સેનાએ કમિશનર ભૂષણ ગગરાણી સમક્ષ સક્રિય  ભૂમિકા અપનાવવાની માગણી કરીને અપીલ કરી હતી કે માત્ર આર્થિક સહાય પૂરી પાડવાને બદલે બેસ્ટનું સંપૂર્ણ નિયંત્રણ પાલિકા તેના હાથમાં લે. સામંતે વધુમાં જણાવ્યું હતું કે આ લડાઈ બેસ્ટના અસ્તિત્વને બચાવવા માટેની છે. પ્રશાસનનો વર્તમાન અભિગમ પરિણામકારક નથી અને સિસ્ટમમાં તાત્કાલિક સુધારાની જરૃર છે. બીજી બાજુ પાલિકાએ બેસ્ટના આક્ષેપો નકારી કાઢીને કહ્યું હતું કે પાલિકાએ છેલ્લાં એક દાયકામાં બેસ્ટને ૧૧ હજાર કરોડ રૃપિયાની મદદ પૂરી પાડી છે. તેમાંથી આ વર્ષે ૮૫૦ કરોડ રૃપિયા અપાયા છે. એટલું જ નહીં પાલિકાએ ઈ-બસોની ખરીદી માટે ૪૯૩ કરોડની ગ્રાન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.



Google NewsGoogle News