Get The App

રિઝર્વ બેન્કને વિસ્ફોટકથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
રિઝર્વ બેન્કને વિસ્ફોટકથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ 1 - image


પોલીસે સમગ્ર ઈમારત ચેક કરી

ઇ-મેલમાં રશિયન ભાષામાં ગવર્નરને યુક્રેનની ચળવળમાં જોડાવા જણાવાયું 

મુંબઇ  :  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં એક ધમકીનો ઇ-મેલ મળ્યો છે. દક્ષિણ મુંબઇમાં આવેલી તેની ઇમારતમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ  ડિવાઇસ (આઇઇડી) લગાવવામાં આવ્યું હોવાનો એમને દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુક્રેનનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ઇમારતમાં દરેક જગ્યાએ શોધખોળ કરતા વિસ્ફોટક  કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ મેસેજ આરબીઆઇ ગવર્નરના સતાવાર ઇ-મેલ એડ્રેસ પર મોકલવામાં આવ્યો હતો. ઇમેલમાં રશિયન ભાષાનો ઉપયોગ કરાયો હતો. આરબીઆઇ બેન્કને વિસ્ફોટકથી ઉડાવી  દેવાની ધમકી મળતા અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સંપૂર્ણ ઇમારતમાં તપાસ કરી હતી. પરંતુ કંઇપણ શંકાસ્પદ મળ્યું નહોતું.

રશિયન ભાષામાં ઇમેલ મોકલનારે દાવો કર્યો હતો કે ઇમારતમાં આઇઇડી લગાવવામાં આવ્યું છે. તે પાંચ દિવસમાં રિમોટલી એક્ટિવેટ થઇ જશે, એમ અધિકારીએ જણાવ્યુ ંહતું.  આરોપીએ આરબીઆઇ ગવર્નરને યુક્રેન માટેની ચળવળમાં જોડાવા માટે કહ્યું હતું.

દક્ષિણ મુંબઇમાં માતા રમાબાઇ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ઇ-મેલ મોકલનાર આરોપીને  પકડવા વધુ તપાસ આદરી છે.

અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તે લશ્કર-એ-તૈયબાનો સીઇઓ  છે. પછી તેણે તરત જ પોન કટ કરી દીધો હતો. બેન્ક બંધ કરી દો તેને કાર  ટક્કર મારવાની છે, એવી પણ આરોપીએ ધમકી આપી હતી.

આ ધમકીને ગંભીરતાથી લઇને રિઝર્વ બેન્કના સિક્યુરિટી ગાર્ડે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News