મહારાષ્ટ્રમાં 10મી જૂને વિધાન પરિષદની 4 બેઠકોની ચૂંટણી

Updated: May 9th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં  10મી જૂને વિધાન પરિષદની 4 બેઠકોની ચૂંટણી 1 - image


લોકસભા બાદ પણ ચૂંટણી માહોલ ચાલુ રહેશે

2 શિક્ષક મતદાર સંઘ અને 2 ગ્રેજ્યુએટ મતદારસંઘ બેઠકની મુદત 7 જુલાઇ 2024ના રોજ પૂરી થશે

મુંબઇ :  મહારાષ્ટ્રમાં વિધાન પરિષદમાં બે શિક્ષક મતદારસંઘ અને બે ગ્રેજ્યુએટ મતદારસંઘ મળીને ચાર સભ્યોની બેઠકની મુદત આગામી સાતમી જુલાઈના રોજ પૂરી થાય છે. આથી આ ચાર બેઠકની ચૂંટણી ૧૦ જૂનના રોજ યોજાશે, એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.

આ વિધાન પરિષદની બેઠક માટે ચૂંટણીનો કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યો છે. જેમાં ઉમેદવારી પત્રક ૧૫મેથી ૨૨ મે સુધી ઉમેદવારી ભરી શકાશે. ૨૪મેના રોજ ઉમેદવારી પત્રકની છાનભિન્ન થશે. તેમજ ઉમેદવારી પત્રક પાછુ ખેંચવાની અંતિમ તારીખ ૨૭મે ૨૦૨૪ છે. જ્યારે મતદાન ૧૦ જૂનના રોજ સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી થશે અને ૧૩મી જૂને મતગણતરી કરાશે.

મહારાષ્ટ્રમાં મુંબઇની ગ્રેજ્યુએટ (પદવીધર) મતદાર સંઘના વર્તમાન એમ.એલ.સી વિલાસ વિનાયક પોટનીસ, કોંકણ ડિવિઝન ગ્રેજ્યુએટ મતદાર સંઘના વિધાન પરિષદના સભ્ય (એમ.એલ.સી) નિરંજન વસંત ડાવખરેની મુદત ૭ જુલાઇના રોજ પૂરી થશે. જ્યારે નાશિક ડિવિઝનના શિક્ષક મતદારસંઘના દરાડે કિશોર ભિખાજી અને મુંબઇ શિક્ષક મતદાર સંઘના કપીલ પાટીલની મુદત ૭ જુલાઇ ૨૦૨૪ રોજ પૂરી થાય છે.

હવે વિધાન પરિષદની ચાર બેઠક માટે હવે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી કોને ઉમેદવારી આપે છે તેના ઉપર બધાની નજર છે.



Google NewsGoogle News