Get The App

કલ્યાણમાં આધેડ દ્વારા આઠ વર્ષની બાળકીની સતામણી

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
કલ્યાણમાં આધેડ દ્વારા આઠ વર્ષની બાળકીની સતામણી 1 - image


- યુપીથી પીડિતાના ઘરે રહેવા આવ્યો હતો

- પીડિતાના માતા-પિતાએ આરોપીને જાતે શોધી પોલીસને હવાલે કર્યો

મુંબઇ : થાણે જિલ્લાના કલ્યાણમાં આઠ વર્ષની એક બાળાની તેના ઘરમાં જ યુપીથી આવેલા તેના એક પરિચિત વ્યક્તિએ કથિત છેડતી કરી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી રમેશ મુરલીધર યાદવ (૪૮)ની ધરપકડ કરી હતી. આ ઘટના ૧૯ ઓગસ્ટના રોજ કલ્યાણના નાંદિવલી ગામમાં બની હતી. જોકે આરોપીની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી કારણ કે પીડિતાના માતા-પિતાએ સ્વયંતેને શોધી કાઢીને પોલીસને હવાલે કર્યો હતો.

આ સંદર્ભે કલ્યાણ-કોળસેવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી યાદવ યુપીથી પીડિત પરિવારના ઘરે રહેવા આવ્યો હતો. આ દરમિયાન જ્યારે પીડિતા તેના  રમકડાને કબાટમાં મૂકવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો અને તેની છેડતી કરી હતી. પીડિતાએ પાછળથી તેના માતા-પિતાને આ વિશે જણાવ્યું હતું.

આ ઘટના બાદ પીડિતાના માતા-પિતાની ફરિયાદના આધારે કાળસેવાડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪ અને ૭૯ તેમજ પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થયો હતો કારણ કે પીડિતાના માતા-પિતાએ આ ઘટના બાદ પોતે જાતે જ આરોપીને શોધી કાઢ્યો હતો અને તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ ઘટના બાદ આરોપી યાદવને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં  આવતા તેને અદાલતી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.



Google NewsGoogle News