બદલાપુર કેસમાં સસ્પેન્શન સામે શિક્ષણ અધિકારી હાઈકોર્ટમાં
સસ્પેન્શનની સીધી જાણ કરવાને બદલે મીડિયા થકી ખબર પડી
હું પ્રાઈમરીનો ઈન્ચાર્જ છું પણ આ ઘટના પ્રિ પ્રાઈમરીને લગતી છે , ખોટી રીતે બલીનો બકરો બનાવાય છે તેવી દલીલ
મુંબઈ : બદલાપુરમાં સ્કૂલની બાળકીઓની જાતીય સતામણીને પગલે રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે સસ્પેન્ડ કરેલા શિક્ષણ અધિકારીએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે પોતાને બલિનો બકરો બનાવાયો છે.
શિક્ષણ અધિકારી બાલાસાહેબ રક્ષેની પોતાના સસ્પેન્સનને પડકારતી અરજીની સુનાવણી ન્યા. ચાંદુરકર અને ન્યા. પાટિલની બેન્ચ સમક્ષ થઈ હતી.રક્ષે શરૃઆતમાં મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટ) સમક્ષ ગયા હતા પણ કોઈ રાહત અપાી નહોતી.
રક્ષેના વકિલે દલીલ કરી હતી કે તઓ પ્રિપ્રાઈમરી સ્કૂલોના નિયમન અને સુરવિઝન સાથે સંકળાયેલા નહોવા છતાં સસ્પેન્સન અપાયું છે. તેઓ પ્રાઈમરી સ્કૂલ માટે જવાબદાર છે અને જરૃરી સૂચના મળ્યા બાદ તેમમે ત્વરિત પગલાં લીધા હતા.
૨૪ સપ્ટેમ્બરે સસ્પેન્શન ઓર્ડર જરી કરાયો હતો તેમને નિર્ણય વિશે સીધી જાણ કરાઈ નહોતી અને તેમને મીડિયા મારફત જાણ થઈ હતી.
મેટે રક્ષેની અરજી પર સુનાવણી વચગાળાની રાહત આપ્યા વિના ચાર સપ્તાહ માટે મોકૂફ રાખી છે. આથી તેઓ હાઈ કોર્ટમાં આવ્યા હતા. ટૂક સમયમાં તેમની સુનાવણી થઈ શકે છે.
૧૨ અને ૧૩ ઓગસ્ટે ત્રણ અને ચાર વર્ષની બે બાળકીઓ સાથે જાતીય સતામણીની ઘટના બની હતી. તેમના પરિવારે ૧૬ ઓગસ્ટે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ કહેવાય ચે કે ૧૨ કલાક સુધી કેસ નોંધાયો નહોતો. આથી પોલીસની બેદરકારીથી રોષે ભરપાઈને ૨૦ ઓગસ્ટે મોટાપાયે આંદોલન થયું હતું અને રેલવે અને રસ્તા જામ કરાયા હતા.