કેસ ઝડપથી ચાલે તે જોવાની ઈડીની બંધારણીય ફરજઃ વિશેષ કોર્ટ
3 વર્ષ થી જેલમાં રહેલા ખાનગી કંપનીના 2 પદાધિકારીને જામીન
ઈડી કોઈને અચોક્કસ મુદ્દત માટે જેલમાં રાખવા માટે તે અમારા માટે ચિંતાનો વિષયઃ અદાલત
મુંબઈ : કેસની સુનાવણી ઝડપથી થાય એની તકેદારી લેવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની બંધારણીય જવાબદારી હોવાનું વિશેષ કોર્ટે જણાવીને કોક્સ એન્ડ કિંગ્સના કેસમાં બે આરોપીને જામીન મંજૂર કર્યા હતા. મંગળવારે કોર્ટે સીએફઓ અનિલ ખંડેલવાલ અને ઈન્ટર્નલ ઓડિટર નરેશ જૈનને જામીન આપ્યા હતા. બંને જણે કેસમાં ત્રણ વર્ષ જેલમાં કાઢ્યા છે.
ઓક્ટોબર ૨૦૨૦માં ધરપકડ થયા બાદ તેમણે સાડાત્રણ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. કાયદા અનુસાર મહત્તમ સજાની અડધી ટર્મથી વધુ સમય જેલમાં વિતાવ્યો હોય એવા લોકોને જામીન પર મુક્ત કરી શકાય છે, એમ અરજીમાં દલીલ કરાઈ હતી.
કોર્ટે નોંધ્યું હતું કે ઝડપી સુનાવણીનો તેમનો અધિકાર નકારી શકાય નહીં અને સુનાવણી તેમના કારણે વિલંબમાં મૂકાઈ નથી. ઈડી તરફથી સુનાવણી ઝડપી ચલાવવાની બંધારણીય ફરજનો અનેકવાર ભંગ થયો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અનુસાર મૂળ ગુનો કોર્ટ સમક્ષ રજૂ થયો નહોય અને એ કેસની સુનાવણી અને ઈડીના કેસની સુનાવણી એક સાથે ચાલી ન હોય તો ઈડીએ કરેલા કેસની સુનાવણી શરૃ થઈ શકે નહીં. અત્યારે બંને અરજદારોએ ત્રણ વર્ષની લઘુતમ સજાથી વધુ સમય જેલવાસ ભોગવ્યો છે. આથી બંનેને આરોપો ઘડયા વિના કે સુનાવણી વિના જ કસૂરવાર ઠેરવ્યા સમાન છે. આવી પરિસ્થિતિ છતાં ઈડી તેમને અચોક્કસ મુદત માટે જેલમાં રાખવા માગે છે. આવી ઈડીની કાર્યપદ્ધતિ ચિંતાનો વિષય છે, અમે વિશેષ જજ દેશપાંડેએ જણાવ્યું હતું.
યસબેન્કે કંપનીને આપેલી લોન સંબંધી છે આ રકમ બાદમાં આરોપીઓએ અન્ત્ર વાળી હોવાનો આરોપ છે.