આઘાડીના નેતાઓ રોહિત પવાર, કિશોરી પેડણેકરને ઇડીના સમન્સ
1 જ દિવસમાં 2 નેતા સામે કાર્યવાહીથી રાજકીય વિવાદ
શરદ પવારના કૌટુંબિક પૌત્ર રોહિત પવારને ત્યાં અગાઉ દરોડા પડી ચૂક્યા છે, 24મીએ હાજર થવા સમન્સ
મુંબઇ : એનસીપીના શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવાર અને શિવસેના ઠાકરે જૂથના નેતા તથા મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સમન્સ જારી કર્યા હતા. એક જ દિવસમાં મહાવિકાસ આઘાડીના બે નેતા સામે ઇડીની કાર્યવાહીથી રાજકીય પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇડીએ રોહિત પવારને ૨૪ જાન્યુઆરી અને પેડણેકરને પચ્ચીસ જાન્યુઆરીના પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
અગાઉ કેન્દ્રીય એજન્સી દ્વારા રોહિત પવારને અલગ અલગ કેસમાં નોટિસ આપવામાં આવી હતી. તાજેતરમાં જ તેમના બારામતી એગ્રો સંબંધિત કારખાના પર ઇડીએ દરોડા પાડયા હતા. ઘણા દિવસોથી રોહિત વિરુદ્ધ ઇડીની કાર્યવાહી ચાલુ છે પરંતુ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ન હતા.
હુ જુદા જુદા મુદ્દાઓ પર ટિપ્પણી કરી રહ્યો છું. તેના કારણે કેન્દ્રીય એજન્સીઓ મારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે એવું રોહિત પવારે વારંવાર જણાવ્યું છે. હવે આ તમામ ઘટના ક્રમ પર રોહિત પવાર શું ભૂમિકા નિભાવશે તે જોવું અગત્યનું રહેશે. બીજી તરફ રોહિત પૂછપરછ માટે હાજર રહેશે કે કેમ તે પણ જોવાનું રહેશે.
બારામતી એગ્રોના કથિત આર્થિક ગેરરીતિના કેસમાં ઇડીએ મુંબઇ સહિત છ સ્થળોએ દરોડા પાડયા હતા. ધારાસભ્ય રોહિત પવારની બારામતી એગ્રો કંપની છે. ગત વર્ષે આ જ પ્રકરણમાં રોહિતને નોટિસ આપવામાં આવી હતી.
ઇડી રોહિતને નોટિસ ફટકાર્યા બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રોહિત પવારને અગાઉ પણ નોટિસ મળી હતી.
રમિયાન, ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરને કોરોના વખતે બોડી બેગ ખરી વાના કૌભાંડ સંબંધમાં ઇડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. પેડણેકર અને અન્ય આરોપીએ ઉંચી કિંમતમાં બોડી બેગ ખરી ી વ્યવહારની ટકાવારી મેળવી હોવાનો આરોપ છે. વર્ષ ૨૦૨૦માં પેડણેકર મેયર હતા ત્યારે પાલિકાના અધિકારીઓએ તેમના આ ેશ પર આ બોડી બેગ ખરી ી હોવાનું કહેવાય છે. આ મામલે મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ તાજેતરમાં પેડણેકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અગાઉ પણ પેડણેકરની પૂછપરછ કરાઇ છે.
હજુ આગલા દિવસે જ ઠાકરે જૂથના ધારાસભ્યને ત્યાં એસીબીના દરોડા
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ગઇકાલે રત્નાગિરીમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય રાજન સાળવીના ઘર, હોટેલ, ઓફિસ સહિત સાત સ્થળે દરોડા પાડયા હતા. દરમિયાન સાળવીની સંપત્તી તેમના આવકના સ્ત્રોત, કરતા ૧૧૮ ટકા વધુ હોવાનું માલૂમ પડયું હતું. એસીબીએ રાજન સાળવી ઉપરાંત તેમની પત્ની, પુત્ર સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.