બેંક ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, વાધવા બંધુઓની 70.39 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બેંક ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, વાધવા બંધુઓની  70.39 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 1 - image


યુનિય બેન્કના નેજા હેઠળના બેન્ક સમૂહ સાથે ઠગાઈનો કેસ

અત્યાર સુધીમાં રૃ. 2095.94 કરોડની સંપત્તિને ટાંચ

મુંબઈ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરુવારે બેન્ક ફ્રોડ સંબંધી કેસમાં કપિલ વાધવા અને ધીરજ વાધવાની રૃ. ૭૦.૩૯ કરોડની સંપત્તિને ટાંચ મારી છે. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (૨૦૦૨)ની જોગવાઈઓ હેઠળ દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિ. (ડીએચએફએલ)ના પ્રમોટરો સાથે સંકળાયેલી આ મિલકત છે.

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બેન્કોના કોન્સોર્શિયમ સાથે રૃ. ૩૪,૬૧૫ કરોડની ઠગાઈ કરવાના આરોપ સંબંધી આ કેસ છે. મિલકતમાં રૃ. ૨૮.૫૮ કરોડના ચિત્રકામ  અને શિલ્પો તથા રૃ. પાંચ કરોડની ઘડિયાળ રૃ. ૧૦.૭૧ કરોડની હીરાની જ્વેલરી, હેલિકોપ્ટરમાં ૨૦ ટકાનો હિસ્સો રૃ. નવ કરોડ અને બાંદરામાં રૃ. ૧૭.૧૦ કરોડના બે ફ્લેટનો સમાવેશ થાય છે.

ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ સીબીઆઈએ નોંધેલી એફઆઈઆરને પગલે ઈડીએ તપાસ શરૃ કરી હતી. તપાસમાં ૧૭ બેન્કોના સમૂહ સાથે ઠગાઈનું  કાવતરું થયાનું જણાયું હતું. કપિલ વાધવા  સહિતના આરોપીઓએ રૃ. ૪૨,૮૭૧.૪૨ કરોડની લોન મંજૂર કરવા બેન્કના સમૂહને પ્રેર્યું હોવાનો આરોપ છે. બાદમાં જણાયું હતું કે આરોપીઓએ ભંડોળની મોટાભાગની રકમ હિસાબમા ંચેડાં કરીને ઉચાપત કરી  હતી અને બેન્કોના સમૂહને ચૂકવણી કરી નહોતી.

 અગાઉ ઈડીએ યસ બેન્ક કૌભાંડ સંબંધી કેસમાં વાધવાનની રૃ. ૧૪૧૨ કરોડની મિલકત  ટાંચમાં લીધી હતી. કપિલ અને ધીરજ વાધવા હાલ અદાલતી કસ્ટડીમાં છે. વાધવાની પાંચ આધુનિક ગાડીઓ પણ જપ્ત કરી છે જેની કિંમત રૃ. ૧૨.૫૯ કરોડ છે. વાધવાની કંપની વાધવા ગ્લોબલ કેપિટલની રૃ. ૫૭૮ કરોડની મિલકત પણ ટાંચમાં લીધી છે. વાધવાની રૃ. ૨૨.૯૬ કરોડની રોકડ અને જ્વેલરીને પણ ટાંચ મારી છે. કુલ રૃ. ૨૦૯૫.૯૪ કરોડનીમિલકત ટાંચમાં લેવાઈ છે. 


Google NewsGoogle News