મુહવા મોઈત્રા કેસથી ચર્ચામાં આવેલાં હિરાનંદાની ગ્રુપ પર ઈડીના દરોડા

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
મુહવા મોઈત્રા કેસથી ચર્ચામાં આવેલાં હિરાનંદાની ગ્રુપ પર ઈડીના દરોડા 1 - image


મુંબઈનાં વડાંમથક સહિતનાં સ્થળોએ ઈડીની ટીમો ત્રાટકી

જોકે, આ દરોડા મહુવા મોઈત્રા પ્રકરણ નહિ પરંતુ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન સંદર્ભમાં હોવાનો દાવો

મુંબઈ : તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર કવેરી કેસમાં ચર્ચામાં રહેલા હિરાનંદાની ગુ્રપનાં મુંબઈ ખાતેનાં હેડક્વાર્ટર તથા અન્ય સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, સૂત્રોના દાવા અનુસાર આ દરોડા મહુવા કેસ નહીં પરંતુ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( ફેમા)ની જોગવાઈઓના ભંગના અન્ય કેસ સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. 

ની મુંબઈ ઉપરાંત બેંગ્લુરુ, ચેન્નઈ તથા હૈદરાબાદની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીને ગૂ્રપમાં ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનાં સંદર્ભમાં કેટલીક ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. દરોડા દરમિયાન મોટાપાયે દસ્તાવેજો હસ્તગત કરી તથા જુદા જુદા ડેટાની એક્સેસ મેળવી તેની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. 

ઈડીના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે મહુવા મોઈત્રા કેસ અલગ છે અને આ દરોડા જે સંદર્ભમાં પાડવામાં આવ્યા છે તે ફેમા કેસ પણ તદ્દન અલગ છે. 

હીરાનંદાની ગૂ્રપ કેન્દ્રીય એજન્સીઓના સાણસામાં આવ્યું હોય તેવું એકથી વધુ વખત બની ચૂક્યું છે. અગાઉ માર્ચ ૨૦૨૨માં પણ આ ગૂ્રપ પર ઈન્કમટેક્સના દરોડા પડયા હતા. 

મુંબઈમાં આ ગૂ્રપ મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં સક્રિય છે અને તેની ગણના મુંબઈના ટોચના બિલ્ડરોમાં થાય છે. 

ગૂ્રપના સ્થાપક નિરંજન હિરાનંદાની તાજેતરમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પણ ચર્ચામાં આવ્યા હતા. જોકે, તે પહેલાં તેમના પુત્ર દર્શન હિરાનંદાનીને સંડોવતો મહુવા મોઈત્રા કેશ ફોર ક્વેરી કેસ દેશભરમાં ગાજ્યો હતો. મહુવાએ પોતાના મિત્ર દર્શનને સાંસદ તરીકેના ઈમેઈલ આઈડી તથા પાસવર્ડની એક્સેસ આપી હતી. તેનો ઉપયોગ કરી દર્શને સંસદમાં અનેક સવાલો પૂછ્યા હતા. આ સંદર્ભમાં મહુવા મોઈત્રા સામે સંસદની વિશેષાધિકર ભંગની કાર્યવાહી પણ થઈ હતી. મહુવાએ દર્શન પાસેથી બહુ મોંઘી ભેટસોગાદો તથા અન્ય નાણાંકીય લાભ મેળવ્યા છે તેવી કબૂલાત કરતું દર્શનનું એક સોગંદનામું પણ વાયરલ થયું હતું.



Google NewsGoogle News