બિલ્ડર લલિત ટેકચંદાનીનાં ૨૨ સ્થળે ઈડીના દરોડા, 30 કરોડની મિલ્કતો જપ્ત
ટટેકચંદાનીની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ બાદ ઈડીની કાર્યવાહી
ટેકચંદાનીની સુપ્રીમ કન્સ્ટ્રક્શન પર નવી મુંબઈમાં 1700 લોકો સાથ મકાનના નામે 400 કરોડની છેંતરપિંડીનો કેસ
મુંબઈ -એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ નવી મુંબઈમાં તળોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં સામાન્ય લોકોને છેતરવાના સંબંધમાં બિલ્ડર લલિત ટેકચંદાનીની રૃ.૩૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એમાં બેન્ક ખાતામાં જમા રકમ, ફિક્સ ડિપોઝિટ, રોકડ રકમનો સમાવેશ છે.
અગાઉ ઈડીએ ૭ ફેબુ્રઆરીના મુંબઈ અને નવી મુંબઈમાં લલિત ટેકચંદાની સંબંધિત બાવીસ સ્થળોએ દરોડા પાડયા હતા.
આરોપી લલિત ટેકચંદાનીની સુપ્રીમ કન્સ્ટ્રકશન કંપનીએ તળોજામાં હાઉસિંગ પ્રોજેક્ટનું કામ શરૃ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં ખરીદવા માંગતા ૧૭૦૦ લોકો પાસેથી અંદાજે રૃ.૪૦૦ કરોડ જમા કરવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રોજક્ટમાં ઘણો વિલંબ થયો હતો. તેમજ ટેકચંદાનીએ લોકોને પૈસા પરત કર્યા નહોતા.
રમિયાન ઈડીએ તેના પર લોકો પાસેથી જમા કરેલા પૈસાની છેતરપિંડી અને વ્યક્તિગત લાભ માટે એનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
ચેમ્બુરના એક રહેવાસીએ આ પ્રોજેક્ટમાં ઘર બુક કરાવ્યું અને લાખો રૃપિયાનું રોકાણ કર્યું હતું. તેણે ટેકચંદાની વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગયા મહિને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ટેકચંદાનીની નવ કલાક પૂછપરછ કરી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.