ટી 20 મેચો સંબંધિત સટ્ટાબાજીમાં ઈડીના મુંબઈ, પુણે , દિલ્હીમાં દરોડા
મેજિકક્વિન વેબસાઈટ સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કેસ થયો છે
પાક નાગરિકની માલિકીનું સંચાલન દુબઈથી થતું હતું : સટ્ટાબાજી સાથે મની લોન્ડરિગંની પણ આશંકાઃ ફિલ્મી હસ્તીઓ દ્વારા પ્રચાર કરાયો હતો
મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડીએ)એ કથિત રીતે પાકિસ્તાની નાગરિકો દ્વારા સંચાલિત એપ્લિકેશનનમાં ટી ૨૦ વર્લ્ડ કપ મેચોના ગેરકાયદે પ્રસારણ અને ઓનલાઈન સટ્ટાબાજીના સંબંધમાં મુંબઈ, પુણે અને દિલ્હીમાં ૨૧ સ્થળો પર દરોડા પાડયા છે.
મેજિકક્વિન કેસમાં ચાલી રહેલી તપાસમાં ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકની માલિકીની મેજિકક્વિન નામના પોર્ટલ સામેના કેસમાં ૧૦ થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે પ્રિવેન્શ ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ તપાસ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં દરમિયાન બેંક ખાતામાં રહેલા ૩૦ લાખ રુપિયા પણ ફ્રિજ કરી દેવામાં આવ્યા છે અને અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજો તથા ડિજીટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. ઈડીઅ ે ગુજરાતના અમદાવાદના સાયબર પોલીસ સ્ટેશનમાં મેજિકવિન અને અન્યો સામે દાખલ કરાયેલા કેસના આધારે કેસની તપાસ કરી રહી છે.
ઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,મેજિકક્વિન સટ્ટાબાજીની વેબસાઈટ છે. જે વાસ્તાવમાં પાકિસ્તાની નાગરિકની માલિકીની છે. આ વેબસાઈટનું સંચાલન મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા કરવામાં આવે છે.
વધુમાં એવો પણ ખુલાસો થયો છે કે, વેબસાઈટ પર બતાવવામાં આવી રહેલી સટ્ટાબાજીની રમતો મૂળ ફિલીપીન્સ અને અન્ય દેશોમાં રમાય છે. જે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને મંજુરી આપી છે. જો કે, તે જ મૂળ રમતોમાં એપીઆઈની નકલ કરીને મેજિકક્વિન વેબસાઈટ પર આ રમતો ફરીથી રમાડવામાં આવતી હતી. વેબસાઈટ પર સટ્ટો લગાવવો, પૈસા જમા કરવા, પૈસા ઉપાડવા અને સટ્ટાબાજીને ઓપરેટ કરવું બધું જ પાકિસ્તાનમાં બેસીને આ એપના માલિકો કરી રહ્યા હતા.
વધુમાં વેબસાઈટ પર ખેલાડીઓ અને પંટરો દ્વારા જમા કરાયેલા નાંણાને અલગ અલગ શેલ કંપનીઓમાં અને નકલી બેંક ખાતાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા. એપના માલિકો પહેલા નાણાંનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું હતું, પછી ઈન્કેશ કરવા અને હવાલા ચેનલોનો ઉપયોગ કરીને પૈસા દુબઈમાં ટ્રાન્સફર કર્યો હતાં.
ઉપરાંત, સટ્ટાબાજીના વિજેતાઓના પૈસા શેલ કંપનીઓના ખાતા દ્વારા અને પેમેન્ટ ગેટવેની મદદથી તેના બેંક ખાતામા ટ્રાન્સફર કરવામાં આવે છે. કેટલીક રકમ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (ડીએમટી) દ્વારા વિજેતાઓના ખાતામાં પણ મોકલવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો હતો કે, મેજિકવિનને ભારતમાં એક ભવ્ય લોન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી ટાઉનની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ સેલેબ્રિટીઓએ મેજિકક્વિનની જાહેરાત માટે વિડીયો અને ફોટો શૂટ પણ કર્યા હતા અને તેના પ્રમોશન માટે તેમના સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ પર પોસ્ટ પણ કર્યા હતા. વધુમાં વિવિધ વિસ્તારોમાં જાહેરાતના બોર્ડ પર લગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવા બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સટ્ટાબાજીની વેબસાઈટ દ્વારા જનરેટ થયેલો નફો ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા કુલ ડિપોઝીટના ૫૦ ટકાથી વધુ છે.
આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં ૬૮ સ્થળોએ દરોડા પાડયા છે અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. આ કેસમાં અત્યાર સુદીમાં કુલ ૩.૫૫ કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ વધુમાં જણાવ્યુ ંહતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઈડીએ અ૧૦થી ૧૨ ડિસેમ્બરથી આ કાર્યવાહી હાથ ધરી હતી.