975 કરોડના લોન કૌભાંડમાં મંધના ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર સામે ઈડીની ચાર્જશીટ
બેન્ક બરોડા સહિતની બેન્કોને શીશામાં ઉતારી
બિઝનેસ લોનનો ઉપયોગ અંગત લાભ માટે કર્યો, કંપનીના કર્મચારીઓના નામે પણ બનાવટી કંપનીઓ ખોલી, પુરુષોત્તમ મંધના સહિત 21 સામઆરોપનામું
મુંબઈ : મંધના ઈન્ડ્ટ્રીઝના પ્રમોટર પુરુષોત્તમ મંધનાએ બેન્ક ઓફ બરોડા બેન્કનાં વડપણ હેઠળનાં કોન્સોર્ટિઅમને રૃ. ૯૭૫ કરોડનું નુકસાન કરીને અંગત લાભ માટે બિઝનેસ લોન વાપરી હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપનામામાં જણાવ્યું છે.
મંધના અને અન્યો સામે પ્રથમદર્શી કેસ હોવાનું નિરીક્ષણ કરીને પીએમએલએ હેઠળની વિશેષ કોર્ટે આરોપીને ૨૧ નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
ઈડીએ આરોપનામામાં ૧૮ આરોપીના નામ નોંધ્યા છે જેમાં પુરુષોત્તમ મંધના તેમની પત્ની પ્રેમા અને પુત્રી પ્રિયવ્રતનો સમાવેશ થાય છે.
વિશેષ જજ દાગાએ આરોપનામાની પહેલી ઓક્ટોબરે દખલ લીધી હતી અને પીએમએલએ હેઠળ પ્રથમદર્શી કેસ હોવાનું નોંધ્યું હતું અને તેમને સમન્સ જારી કર્યા છે.
કાપડ ઉદ્યોગની કંપનીમંધના ઈન્ડસ્ટ્રીઝ ૧૯૯૦થી પાલઘર ખાતે કાર્યરત છે. આ કંપની મહાન સિન્થેટિક ટેક્સ્ટાઈલ પ્રા. લિ., બાલાજી કોર્પોરેશન, ગોલ્ડન સીમ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. અને ધુમકેતુ ફિનવેસ્ટ પ્રા. લિ.નામની અન્યકંપની પણ ધરાવે છે પણ તેમાં કોઈ કામકાજ થતું નથી, એમ આરોપનામામાં જણાવાયું હતું.
ગુ્રપે બેન્ક ઓફ બરોડાના નેજા હેઠળની વિવિધ બેન્કો પાસેથી ૨૧ લોન વ્યવસાય વિસ્તાર અને અન્ય કારણસર લીધી હતી. બે ખોટી કંપની પણ પ્રામાણિક કર્મચારીઓના નામે ખોલાઈ હતી, પણ ક્યારેય કોઈ કારભાર થયો નહોતો, એમ આરોપનામામાં જણાવાયંંુ હતું.મંધના ઈન્ડસ્ટ્રીઝના શેર ખરીદ્યા હતા અને શેરની કિંમત વધારી હતી. એજન્સીએ કેસમા ંપુરુશોત્તમ અને પ્રિયવ્રતની ધરપકડ કરી હતી. પુરુષોત્તમને જામીન આપ્યા છે જ્યારે પ્રિયવ્રત અદાલતી કસ્ટીડમાં છે.