Get The App

શું છે પાત્રા ચાલ કૌભાંડ? જેના કારણે સંજય રાઉત પર લટકી રહી છે જેલ જવાની તલવાર

Updated: Jul 31st, 2022


Google NewsGoogle News
શું છે પાત્રા ચાલ કૌભાંડ? જેના કારણે સંજય રાઉત પર લટકી રહી છે જેલ જવાની તલવાર 1 - image


મુંબઈ, તા. 31. જુલાઈ. 2022 રવિવાર 

જે મામલામાં ઈડી દ્વારા શિવસેના પ્રવક્તા સંજય રાઉત સામે કાર્યવાહી શરુ કરાઈ છે તે પાત્રા ચાલ સ્કેમ 2007ના વર્ષનુ છે.

પાત્રા ચાલ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી એક ચાલ છે.2007માં જ્યારે કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી અને વિલાસરાવ દેશમુખ સીએમ હતા ત્યારે સરકારે પાત્રા ચાલમાં રહેતા 627 ભાડૂઆતોને ફ્લેટ આપવા માટે યોજના બનાવી હતી.  આ માટે સરકારે ગુરુ આશીષ કંસ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

આ કોન્ટ્રાક્ટ પ્રામણે ગુરુ આશીષ કંપની 672 ફ્લેટ ભાડૂઆતોને આપવાની હતી અને તેના પર બનનારા બીજા 3000 ફ્લેટ મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાના હતા.47 એકર જમીન પર ફ્લેટ બનવાના હતા અને બાંધકામ બાદ જે જમીન વધે તેના વેચાણ અને ડેવલપમેન્ટ કરવાની પરવાનગી અપાઈ હતી.

જોકે કોન્ટ્રાક્ટ લેનરા કંપનીએ ફ્લેટ બનાવ્યા જ નહોતા અને આ જમીન બારોબાર આઠ બિલ્ડરોને 1034 કરોડ રુપિયામાં વેચી નાંખી હતી.આ ગોટાળામાં હારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લોકો પણ સામેલ હતા.

શું છે પાત્રા ચાલ કૌભાંડ? જેના કારણે સંજય રાઉત પર લટકી રહી છે જેલ જવાની તલવાર 2 - image

આ કંપની દ્વારા પીએમસી ગોટાળો પર કરાયો હતો.જેમાં કંપનીના ડાયરેકટરે પોતાના અને પોતાના પરિવારના સભ્યોન નામે બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મળીને બોગસ લોન લીધી હતી .એ પછી બેન્કની એનપીએ ખતમ કરવા માટે 250 કરોડની બોગસ એફડી બેંકમાં બતાવી હતી.એ પછી બેન્કે ફરી એનપીએ ધરાવતી હારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લોન આપી દીધી હતી.

આ બંને ગોટાળા થયા ત્યારે તેના ડાયરેકટર તરીકે પ્રવીણ રાઉત, સારંગ વધાવન અને રાકેશ વધાવન હતા.પ્રવીણ અને સારંગને 2020માં ઈડીએ પકડયા ત્યારે તેમની પૂછપરછમાં સંજય રાઉત કનેક્શન સામે આવ્યુ હતુ.

પ્રવીણ રાઉત શિવસેના સાંસદ સંજય રાઉતના દોસ્ત છે.પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષાને 55 લાખની વ્યાજ વગરની લોન પણ આપી હતી.જેનો ઉપયોગ રાઉત પરિવારે દાદરમાં એક ફ્લેટ ખરીદવા માટે કર્યો હતો.

આ મામલામાં સુજીત પતકાર નામના વ્યક્તિનુ નામ સામે આવ્યુ હતુ.સુજીત પતકાર સંજય રાઉતની પુત્રીની એક ફર્મમાં પાટર્નર છે.

સુજીતની પત્ની અને સંજય રાઉતની પત્નીએ અલીબાગમાં એક જમીન ખરીદેલી છે અને આ જમીન પણ પાત્રા ચાલના ગોટાળાથી ખરીદાઈ હતી તેવુ ઈડીનુ કહેવુ છે.


Google NewsGoogle News