કપિલ શર્મા, હીના ખાન, હુમા કુરેશીને પણ ઈડીના સમન્સ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
કપિલ શર્મા, હીના ખાન, હુમા કુરેશીને પણ ઈડીના સમન્સ 1 - image


મહાદેવ બેટિંગ એપ કેસમાં વધુ સ્ટાર્સ સકંજામાં 

સમન્સ છતાં રણબીર કપૂર આજે હાજર નહીં થાય, 2 સપ્તાહનો સમય માગ્યો

મુંબઈ :  મહાદેવ બેટિંગ એપ કેસમાં  કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હીના ખાન તથા હુમા કુરેશીને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા સમન્સ પાઠવ્યા છે. બીજી તરફ સમન્સ છતાં પણ રણબીર કપુર આવતીકાલે હાજર નહીં થાય. તેણે પૂછપરછ માટે હાજર રહેવા બે સપ્તાહનો સમય માગ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

રણબીર સામે મહાદેવ બેટીંગ એપને સંલગ્ન જ એક એપનું વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રમોશન કરવાનો આરોપ છે. રણબીર આ એપના પ્રમોટરોના વ્યક્તિગત સંપર્કમા ંહતો કે નહીં , આ સંપર્ક કયાં સ્તરે હતો, તેણે પ્રમોશન માટે કેટલાં નાણાં કઈ રીતે મેળવ્યાં હતાં વગેરે બાબતો વિશે તેની પૂછપરછ થવાની છે. 

રણબીર ઉપરાંત બીજા ૧૭ બોલીવૂડ સ્ટાર્સ પણ આ કેસમા ઈડીના સાણસામાં ફસાય તેવી સંભાવના છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના યુએઈ ખાતે થયેલાં ભપકાદાર લગ્નમાં ટાઈગર શ્રોફ, નેહા કક્કડ, વિશાલ દદલાની, સની લિઓની, નુસરત ભરુચા, રાહત ફતેહ અલી ખાન, કૃતિ ખરબંદા સહિત સ્ટાર્સ હાજર થયા હતા. આ સમગ્ર આયોજન માટે મુંબઈની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલાથી નાણાં ચૂકવાયા હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News