રાકેશ વાધવાના ઘરની બહાર સીસીટીવી લગાવવા ઈડીને મંજૂરી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રાકેશ વાધવાના ઘરની બહાર સીસીટીવી લગાવવા ઈડીને  મંજૂરી 1 - image


4300 કરોડના કૌભાંડી પર સતત પહેરો રહેશે

તબીબી કારણસર આપેલી છૂટનો દુરુપોગ થાય નહીં તે માટે તકેદારી રુપ  કાર્યવાહી

મુંબઈ :  રૃ. ૪,૩૦૦ કરોડના પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્ક કૌભાંડમાં આરોપી એચડીઆઈએલના પ્રમોટર રાકેશ વાધવાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાડવાની વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પરવાનગી આપી છે.

વાધવા આ કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે અને ઈડીની અરજી માન્ય કરવાથી કોઈ નુકસાન થવાનું નથી એમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ માટેની વિશેષ કોર્ટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે વાધવાને તબીબી કારણસર ત્રણ મહિનાના જામીન આપ્યા હતા. ઈડીએ વિશેષ જજ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે વાધવા પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા અજ્ઞાાત મિલકતનો નિકાલ કરી શકે છે આથી તેના બાંદરાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવવાની પરવાનગી આપવામાં આવે. વાધવા તેને અપાયેલી છૂટનો દુરુપયોગ કરે નહીં તેની તકેદારી લેવી જરૃરી છે એમ કોર્ટે નોંધીને ઈડીની અરજી માન્ય કરી હતી.



Google NewsGoogle News