દાળભાત ખાવાનું મોંઘું પડશેઃ ચોખાના ભાવમાં 10થી 20 ટકાનો વધારો
ચોખાનો
પાક ઓછો ઉતરતાં અસર
દરેક
પ્રકારના ચોખાના ભાવ કિલોએ રુ. 5થી દસ વધ્યાઃ
બાસમતીના ભાવ 70 થી 110 રુપિયા કિલો
મુંબઇ
: ગુજરાતીઓના
ઘરમાં બનતાં દાળ-ભાત હવે મોંઘા થઈ શકે છે. કારણ ગયા મહિનાથી જથ્થાબંધ માર્કેટમાં
ચોખાના મુખ્ય ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થયો છે. છૂટક વેપારીઓએ તેમાં વધુ વધારો
કર્યો છે. વાશી એપીએમસી માર્કેટના વેપારીઓએ ઓછા વરસાદ અને સૂકા વાતાવરણને કારણે
ભાવમાં વધારો કર્યો છે. કારણ આ પરિસ્થિતિને કારણે ગયા વર્ષે ચોખાનો પાક બહુ ઊતર્યો
નહોતો.
પરિણામે
ચોખાના દરેક પ્રકારના ભાવમાં પ્રતિ કિલોએ પાંચથી ૧૦ રુપિયાનો વધારો થયો છે. દા.ત. બાસમતી
ચોખાના દર આ મહિને વધીને ૭૦ થી ૧૧૦ રુપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે, હજુ ે ગયા મહિન આ ભાવ
ે ૬૫ થી ૧૦૦ રુપિયાની આસપાસ હતા. એજ રીતે સાદા
ચોખાની કિંમત હવે ૨૮-૭૦ રુપિયા પ્રતિકિલો છે, જે ગયા મહિને ૨૨-૬૦
રુપિયા પ્રતિ-કિલો હતી.
એપીએમસીમાં
દક્ષિણ ભારત, ઉત્તરપ્રદેશ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં નાગપુર, ચંદ્રપુર
અને થાણેથી મોટા પાયે ચોખાનો માલ આવે છે. બાસમતી ચોખા ઉત્તર ભારતથી આવે છે. ચોમાસુ
હવે બસ આવવાની તૈયારીમાં જ છે. ત્યાં વેપારીઓ પરિવહન દરમ્યાન થતાં બગાડને અટકાવવા
અનાજનો સંગ્રહ પણ કરતાં હોય છે. આપણે ત્યાં કોલમ ચોખાની માગ વધુ હોય છે અને ખાસ
પ્રસંગોએ બાસમતીની માગ પણ વધે છે. આથી તેની અછતને પહોંચી વળવા ચોખાના ભાવ
વધારવામાં આવ્યાં છે. તેની સીધી અસર રીટેલ માર્કેટ પર થઈ છે, જ્યાં પણ ચોખાની કિંમતમાં ૧૦રુપિયાથી ઉપરનો વધારો જોવા મળ્યો છે. જેથી ગૃહિણીઓને શાકભાજીની કિંમત સાથે હવે ચોખાએ પણ પરેશાન કરી છે.