મહારાષ્ટ્રમાં 24 કલાકમાં લાતુર અને અકોલામાં ભૂકંપના આંચકા
ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા : કોઈ નુકસાન નહીં
મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂકંપની બે ઘટના બની છે. આજે ૨૭,માચે,બુધવારે ર્ સવાર્રેે૧૧ ઃ૫૦ થી બપોરે ૧૨ ઃ૦૦ દરમિયાન રાજ્યના લાતુર જિલ્લાના ઔરાડ શાહજની ગામ અને તેની આજુબાજુના પરિસરમાં ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીનાં અને લાતુર જિલ્લા કલેક્ટર ઓફિસનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ની નોંધાઇ હતી. ધરતીકંપનું કેન્દ્ર ગંગાપુર અને પેઠ ગામ વચ્ચે ભૂગર્ભમાં પાંચ(૫) કિલોમીટર ઉંડું હતું. ધરરતીકંપના આંચકાથી કોઇ નુકસાન કે જાનહાની થઇ હોવાના સમાચાર નથી મળતા.
ભૂકંપની બીજી ઘટના ગઇકાલે ૨૬,માર્ચે,મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના આંત્રી માલકપુર નજીક બની હતી.રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૯ ની નોંધાઇ હતી.
ભૂકંપનો હળવો આંચકો સાંજે ૬ ઃ ૨૭ વાગે અનુભવાયો હતો, જે હળવો હતો. ભૂકંપથી કોઇ નુકસાન નથી થયું.