Get The App

26/11 ના તાજ પર હુમલા વખતે રતન ટાટા વખતે ખડે પગે રહ્યા

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
26/11 ના તાજ પર હુમલા વખતે રતન ટાટા વખતે ખડે પગે રહ્યા 1 - image


હોટલનું  નવનિર્માણ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો અને પાળ્યો પણ ખરો

હુમલામાં માર્યા ગયેલા હોટલના કર્મચારીઓના પરિવારોને આજીવન મદદનું વચન નિભાવ્યું હતું

મુંબઈ  : બઈમાં થયેલા ૨૬/૧૧ ત્રાસવાદી હુમલા વખતે રતન ટાટાએ જબરદસ્ત હિંમત દર્શાવી હતી. તાજ હોટેલમાં ઘૂસેલા ત્રાસવાદીઓને બહાર કાઢવા નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી)ના જવાનોએ ૨૯મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે ઓપરેશન ટોર્નેડો હાથ ધર્યું હતું. તે વખતે રતન ટાટા તાજ હોટેલના કોલાબા તરફના હિસ્સા પાસે ઊભા રહ્યા હતા. 

ત્રાસવાદીઓના હુમલામાં ૩૧ જણનું મૃત્યુ થયું હતું. જેમાં ૧૧ જણ હોટેલના કર્મચારીઓ હતા. હોટેલને ફરી ખોલવાની અને જે કર્મચારીઓ માર્યા ગયા હતા અથવા ઇજાગ્રસ્ત થયા હતા તેમના પરિવારની સંભાળ લેવાનું તેમણે જાહેર કર્યું હતું. હુમલામાં માર્યા ગયેલા કર્મચારીઓના તેમના બાકીના વર્ષોમાં જે પગાર મળ્યો હોત તે તેમના પરિવારને તેમણે ચૂકવ્યો હતો. આફતમાં પીડિતોને મદદ માટે ટાટા ગુ્રપે તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટ (ટીપીએસડબ્લ્યુટી)ની રચના કરી હતી.

૨૦૦૮ મુંબઈ ત્રાસવાદી હુમલાઓને રતન ટાટાએ વર્ષ ૨૦૨૦માં યાદ કરતા કહ્યું હતું કે ૧૨ વર્ષ અગાઉ થયેલો વિનાશ કોઈ દિવસ ભૂલાશે નહીં. તમામ મતભેદો ભૂલાવીને અને એકસાથે રહેવા બદલ રતન ટાટાએ મુંબઈના રહેવાસીઓની પ્રશંસા કરી હતી. ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા તાજ હોટેલના મહેમાન અને કર્મચારીઓની સ્મૃતિમાં વર્ષ ૨૦૦૯માં તાજ હોટેલમાં ટાટાએ સ્મારક ખુલ્લું મૂક્યું હતું.

૧૯૦૩માં જમશેદજી તાતાએ સ્થાપેલી તાજ હોટેલના દરવાજા એક સદીમાં કોઈ પણ દિવસ બંધ થયા નહોતા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ બંધ નહીં હતી, પણ તાજમાં કામચલાઉ હોસ્પિટલ શરૃ કરવામાં આવી હતી. ૨૬/૧૧ ત્રાસવાદી હુમલાના પગલે હોટેલના ઇતિહાસમાં તાજ મહાલ પ્રથમ વાર બંધ રાખવી પડી હતી જે જલ્દી ચાલુ કરવાનો ટાટાએ નિર્ધાર કર્યો હતો.



Google NewsGoogle News