નવરાત્રિ કાર્યક્રમોના લાખો રુપિયાના ડુપ્લીકેટ પાસનું કૌભાંડ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ કાર્યક્રમોના લાખો રુપિયાના ડુપ્લીકેટ પાસનું કૌભાંડ 1 - image


વિરાર, કાંદિવલી, મલાડ, મનોરીમાં દરોડાઃ 4ની ધરપકડ

એક હજાર એન્ટ્રી પાસ મળી આવ્યાઃ લેપટોપ, પ્રિન્ટર સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત

મુંબઇ :  મુંબઇમાં નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ત્યાર ગરબાના અલગ અલગ આયોજનોના   નકલી પાસ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલામાં એક ગ્રાફિક ડિઝાઇનર અને અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી રૃા.૩૫ લાખની માલમત્તા જપ્ત કરવામાં આવી છે.

પોલીસે કરણ અજય શાહ (ઉ.વ.૨૯) ગ્રાફિક ડિઝાઇનર દર્શન પ્રવિણ ગોહિલ (ઉ.વ.૨૪), પરેશ સુરેશ નેવરેકર (ઉ.વ.૩૫), કવિશ ભાલચંદ્ર પાટીલ (ઉ.વ.૨૪)ને પકડીને વધુ તપાસ આદરી છે.

વિરાર, કાંદિવલી, મલાડ અને મનોરી વિસ્તારમાં દરોડા પાડી  આ ટોળકીને ઝડપી લેવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ  જુદા જુદા વિસ્તારોમાં યોજાયેલા નવરાત્રિ ગરબા કાર્યક્રમોના ડુપ્લીકેટ પ્રવેશ પાસ બનાવ્યા હતા. આવા અનેક ડુપ્લીકેટ પાસ બજારમાં ફરતા કરી રાતોરાત નાણાં રળી લેવાનો આરોપીઓનો ઈરાદો હતો. 

પોલીસે એક વિશેષ ટીમ બનાવી અને વિરારમાં મુંખ્ય આરોપી  કરણ  શાહના નિવાસસ્થાને દરોડો પાડયો હતો. દરમિયાન એક હજાર એન્ટ્રી પાસ, એક લેપટોપ, પ્રિન્ટર સહિત રૃા.૩૫ લાખની સામગ્રીઓ મળી આવી હતી.

આરોપીઓની સામે ૪૨૦, ૪૬૫ અને  અન્ય કલમની કેસ નોંધવામાં આવ્યો છે.



Google NewsGoogle News