દારૃના નશામાં ડયુટી પર આવેલી લેડી પાયલટ સસ્પેન્ડ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
દારૃના નશામાં ડયુટી પર આવેલી લેડી પાયલટ સસ્પેન્ડ 1 - image


દિલ્હીથી હૈદરાબાદ પ્લેન લઈ જવાની હતી

માર્ચમાં એક વિદેશથી આવતી ફલાઈટનો પાયલટ પીધેલી હાલતમાં પકડાયો હતો

મુંબઇ :  એક-ઇન્ડિયાએ દારૃ પીને ડયુટી ઉપર આવેલી લેડી પાયલટને તત્કાળ સસ્પેન્ડ કરી નાખી હતી. સેલિબ્રિટી પાયલટ તરીકે ઓળખાતી આ મહિલા વિમાની  છઠ્ઠી એપ્રિલે દિલ્હીથી હૈદરાબાદ  ૭૮૭ બોઇંગ પ્લેન લઇને જવાની હતી. પરંતુ ઉડ્ડયન પૂર્વે આલ્કોહોલ ટેસ્ટ લેવામાં આવતા તેણે શરાબનું સેવન કર્યું હોવાનું જણાયું હતું. આથી તેને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

 નિયમ અનુસાર પાયલટ ઉડ્ડયન શરૃ કરે પહેલાં અને ઉતરાણ કરે ત્યારે બ્રેધ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવે છે કે તેણે શરાબનું સેવન કર્યું છે કે નહીં.

પાયલટ અથવા કેબીન ક્રુ દારૃ પીને ડયુટી પર આવે અને પહેલી વાર પકડાય તો ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. બીજી વખત પકડાય તો ત્રણ વર્ષ માટે નિલંબિત કરાય છે. જો ત્રીજી વાર પકડાય તો કાયમ માટે તેનું ફલાઇંગ લાયસન્સ રદ કરવામાં આવે છે.

ગયા માહિને એક વિમાની દારૃના નશામાં  પરદેશથી પ્લેન ઉડાડીને ભારત લાવતો હતો. એરપોર્ટ પર જ આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવતા તે પકડાઇ ગયો હતો તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

 ૨૦૨૩ના પહેલા છ મહિના દરમ્યાન દારૃ પીને ફરજ પર આવવા બદલ ૩૩ વિમાની ચ ાલકો ે અને ૯૭ કેબિન ક્રુ વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.



Google NewsGoogle News